મારે જાવું ગુરુ ને દરબાર ગુરુ વિના નહીં ચાલે (નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • ઘોર અંધારી રાત લડી ને
    મારે જાવું ગુરુ ને દરબાર ગુરુ વિના નહીં ચાલે
    વહેલી સવારે હું તો મહિડા વલોવતી
    સુના મિલા સાસુ સસરા સુના મેલા બાળ ગુરુજી વિના નહીં ચાલે
    વહેલી સવારે હું તો ગાવલડી રે દોતી
    સુના મેલા ઘરબાર ને રોતા મેલા બાળ ગુરુજી વિના નહીં ચાલે
    શેરીએ જાતા પાડોશણ સામા મળ્યા
    પેટમાં પડી છે મોટી ફાળ ગુરુજી વિના નહીં ચાલે
    બાય રે પાડોસણ તું મારી બેનડી
    ધરમ નો માર્ગ બતાવો ગુરુજી વિના નહીં ચાલે
    જમણે રસ્તે જાશો તો પાણી ભરપૂર છે
    ડાબે મારગડે ચાલો ગુરુજી વિના નહીં ચાલે
    આગળ જાતા પડોશી સામો મળ્યો
    ઉભો છે નદીને કિનારે ગુરુજી વિના નહીં ચાલે
    ભાઈ રે પડોસી તું મારો વીરો
    મારે જાવું છે પહેલે પાર ગુરુજી વિના નહીં ચાલે
    વિરો કહો તો નહિ રે ઉતારો
    ભરથાર કહો તો ઉતારો ગુરુજી વિના નહીં ચાલે
    ભરથાર કહો તો મારી જીભલડી કપાઈ જાય
    વીરો કહું તો મારા હૈયા હરખાય ગુરુજી વિના નહીં ચાલે
    ભાય રે પડોસી સાચો જ કહું છું
    મારી ભક્તિથી આઘો રેજે ગુરુજી વિના નહીં ચાલે
    રામ નામ લેતા જ એ પગમાં પડ્યો
    માથા સમા નીર આવ્યા ગુરુજી વિના નહીં ચાલે
    જમનાજી ને કાંઠે કાય રે આવ્યો
    ગુરુજીએ જાલ્યો જમણો હાથ ગુરુજી વિના નહીં જાણે
    કોણ તમારી માતાને કોણ તમારા પિતા
    કોણ તમારા ભરથાર ગુરુજી વિના નહીં ચાલે
    સીતા મારી માતા ને રામ મારા પિતા
    ચરણોમાં મારા ભરથાર ગુરુજી વિના નહીં ચાલે
    જમનાજી ને કાઠે પાઠ ઉત્સવ કર્યા
    કંઠી બાંધીને તીરે આવ્યા ગુરુજી વિના નહીં ચાલે
    પહેલું વંદન ધરતી માતાને કરો
    જન્મતા લીધો મારો ભાર ગુરુજી વિના નહીં ચાલે
    બીજુ વંદન મારી માતાને કરું
    વિના માંથી શું કામ આ સુવડાવ્યા ગુરુજી વિના નહીં ચાલે
    ત્રીજુ વંદન મારી સાસુજીને કરું
    રોતા છાના રાખ્યા બાળ ગુરુજી વિના નહીં ચાલે
    ચોથું વંદન મારી પડોસણ ને કરૂ
    ધરમ નો મારગ બતાવ્યો ગુરુજી વિના નહીં ચાલે
    જે કોઈ ગુરુજીના ગુણલા રે ગાશે
    ગાશે વાશે જમનાજીના સે ગુરુજી વિના નહીં ચાલે

КОМЕНТАРІ • 54