મીઠો છાંયડો છે મારા બાપનો || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા|| ગણેશા કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 15 чер 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _________________ કિર્તન ______________
    ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
    ઘેરા રે કુટુંબમાં મારો બાપ રે
    મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
    આંગળિ પકડી તી મારા બાપ ની રે લોલ
    ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે શીલે ચડાવ્યો મને ચાલતા રે લોલ
    ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
    હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે........
    ટુકડા માંથી ટુકડો ઇતો આપતા રે લોલ
    ભુખ્યો સુવડાવ્યો નહીં દીન રાત રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
    ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
    હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે........
    પીતા છે પ્રેમ તણી અવષધી રે લોલ
    હે દર્દ કરે પલમાં ઇતો દુર રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
    હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે......
    મહેનત મજૂરી કરી ને મોટા કર્યા રે લોલ
    હે જોયું નહિ એણે દીવસ ને રાત રે મીઠો છાંયડો છે મારા બાપ નો રે લોલ
    ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
    હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે.......
    ફાટેલાં કપડાં માં રૂડો શોભતો રે લોલ
    હે દીકરો મારો કાલે મોટો થાય રે એવા હૈયા માં કોડ રાખી ડોલતો રે લોલ
    હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે......
    શીતળ છાંયા છે મારા બાપ ની રે લોલ
    ઈન્દ્ર કહે મને પણ એની આશ રે એવો છાંયે પડછાયો ઇતો નહીં મળે રે લોલ
    ઘેરો વડલો ને ઘેરી છાંયડી રે લોલ
    હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે....હ
    પલમાં છોડી ને અમને ચાલ્યા રે લોલ
    હે વિદાય તમારી વીસરી નો વીસરાઈ રે એવો મીઠડો છાંયડો છે મારા બાપ નો રે લોલ
    હે એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠડો છાંયડો છે મારા બાપ નો રે લોલ

КОМЕНТАРІ • 52

  • @bhavnabhaliyaparmar6190
    @bhavnabhaliyaparmar6190 День тому

    Khub j saras nayna ben

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  День тому

      ખુબ ખુબ ધન્યવાદ ભાવના બેન

  • @user-oo8ub4kq9u
    @user-oo8ub4kq9u 5 днів тому

    માં બાપ થીકોઈમોડુનથી ભાઈબહેન 🙏🙏🙏🙏🙏🙏🙏🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🔔💮🏵️🌺🌸

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  5 днів тому

      હાં બેન બિલકુલ સાચી વાત છે

  • @JenilDhaval
    @JenilDhaval 4 дні тому +1

    Sarse Bhajan se

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  4 дні тому

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @tusharpatel5902
    @tusharpatel5902 4 дні тому +1

    એક જ લીટી એકવાર બોલો તો સારું એક ને એક લીટી બે બે વાર શું કરવા

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  4 дні тому +1

      હાં ભાઈ એતો શરૂઆતમાં બે વાર ગાયેલું છે પછી તો એક લીટી એક વાર જ ગાય હશે ભાઈ પણ તોય માફ કરજો ભાઈ ખુબ ખુબ આભાર અમને જણાવવા બદલ જય દ્વારકાધીશ

  • @krishnabarot4577
    @krishnabarot4577 4 дні тому

    Jay shree krishna 🙏 very nice 👌

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  4 дні тому

      ખુબ ખુબ ધન્યવાદ ક્રિષ્ના બેન જય શ્રી કૃષ્ણ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj 12 днів тому +8

    Khub saras chhe bhavanamasi Jay shree krishna Jay Dwarkadhish Jay shree ram pita na aavsan pachi dikari ni su halat thay chhe te ek dikari jane chhe bhagwan Tamara pitani aatama ne santi aape Ave parthan tamane pan Happy Father day Ane ha mara pappa na dostar pan op thay gaya chhe tene 17 varsh ni ek dikari potana baap vagar jive chhe bhavanamasi tame pan himmat rakhjo radata nahi bhagwan tamane sahan karavani takat aape Om santi Jay Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭.

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  11 днів тому +2

      ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હાં બેન તમે સાવ સત્ય વાત કરી છે કે બાપ વિનાની જિંદગી એક બાપ વીનાની દીકરી જાણે છે બાપ વીનાનુ જીવન કેવું હોય બાપા નાં રાજ દીકરી રાજકુમારી કહેવાય પણ જ્યારે બાપ નાં હોય ત્યારે આપણને એની ઘણી ખોટ વર્તાય છે ઘણા બધા કિર્તન ભજન માં માતા નાં ગુણ ગવાયા છે પણ આ ભજન માં પિતા નાં ગુણ ગવાયા છે કે બાપ એક એવી મુર્તી છે કે તેની તુલના કોઈ સાથે નથી કરી શકાતી કોઈ દુખ હશે તો માતા રોઈ ને પણ વ્યક્ત કરી દેશે પણ બાપ કોઈ ને નહીં કેશે બાપ તો દુઃખ ને પિય જાશે અને કોઈ ને ખબર પણ નહીં પડવા દેય એનું નામ બાપ (બાપ ઇતો બાપ છે બહેન) મારા પપ્પા ગયા ને વર્ષો વયા ગયા પણ યાદ કરીએ તો હજી પણ આંખો ભીંજાઈ જાય છે....😭

  • @artigoswami6123
    @artigoswami6123 5 днів тому

    Baap no mitho chaydo bahu yaad aave Ben 😢

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  5 днів тому

      હાં બેન ઇતો જેને નથી એને ખબર હોય બાપ વિનાની વેદના શું હોય બાપ વિનાનું જીવન લાચાર હોય છે

  • @vishaldihora3065
    @vishaldihora3065 7 днів тому

    જય ભોળાનાથ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  7 днів тому

      જય ભોળાનાથ જય દ્વારકાધીશ ભાઈ

  • @JrpatelPatel-wu1pj
    @JrpatelPatel-wu1pj 11 днів тому

    જય શ્રીકૃષ્ણ
    ધન્યવાદ નયનાબેનખુબસરસ ભજન

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  11 днів тому

      ખુબ ખુબ ધન્યવાદ બહેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 12 днів тому +1

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  11 днів тому +1

      ખુબ ખુબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ

  • @KiranParmar-gl2vf
    @KiranParmar-gl2vf 6 днів тому

    ખુબ સરસભજન ગાયુ છે 😢🙏🙏

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  6 днів тому

      ખુબ ખુબ ધન્યવાદ કીરણ બેન

  • @jyotsanabenprajapati5289
    @jyotsanabenprajapati5289 8 днів тому

    Super sita Ram m

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  8 днів тому

      ખુબ ખુબ ધન્યવાદ સીતારામ 🙏

  • @HeenaNimavat-jv7hj
    @HeenaNimavat-jv7hj 8 днів тому

    Saras gayu

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  8 днів тому

      ખુબ ખુબ ધન્યવાદ બેન

  • @jrvaland6655
    @jrvaland6655 11 днів тому

    ❤ખુબસરસ ભ્જનગાયુછે❤

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  11 днів тому

      ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @ChotaliyaKrisna-ov9bm
    @ChotaliyaKrisna-ov9bm 5 днів тому

    Bahu j sars che mara papa of thaya ne dodh mahino j thayo che

    • @ChotaliyaKrisna-ov9bm
      @ChotaliyaKrisna-ov9bm 5 днів тому

      😭😭😭

    • @ChotaliyaKrisna-ov9bm
      @ChotaliyaKrisna-ov9bm 5 днів тому

      😭😭😭

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  5 днів тому

      ભાઈ મરે ભવ હારીએ બેન મરે દશ જાય
      પણ જેના નાનપણમાં માવતર મરે અરેરે
      એને ચારેય દશુ ના વા વાય.......
      બેન માવતર ની ખોટ તો આપણ ને હંમેશા રહેશે પછી ભલે ઉંમર નાની હોય કે મોટી પણ માં બાપ ની તોલે કોઈ ના આવે ક્રિષ્ના બેન ભગવાન તમને આ દુખ સહન કરવાની શક્તિ આપે અને જન્મ છે એનું મૃત્યુ પણ નક્કી જ છે બેન બવ દુખી નાં થતાં આપણે તો બધા ને મળીને ભગવાન ને પ્રાર્થના કરવાની છે કે હે ઇશ્વર એમનાં આત્મા ને શાંતિ આપજો ઓમ્ શાંતિ 🙏

  • @Bhavana-hw2ih
    @Bhavana-hw2ih 12 днів тому +1

    😢

  • @RajeshbhaiLakkad
    @RajeshbhaiLakkad 8 днів тому

    જય શ્રીકૃષ્ણ

  • @AshokbhaiParmar-iy9wc
    @AshokbhaiParmar-iy9wc 10 днів тому +2

    🏝🎄🎋🌿💐☂️☂️☂️🎋

  • @JiluChaudhari-tk6bj
    @JiluChaudhari-tk6bj 7 днів тому

    M CD OF TODAY

  • @alkashukla1390
    @alkashukla1390 11 днів тому

    ❤❤❤

  • @ramilapatel5604
    @ramilapatel5604 12 днів тому +1

    jay mataji khub saras bhajan che puru lakhe lu avtu nathi

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  12 днів тому

      ખુબ ખુબ ધન્યવાદ રમીલા બેન ભજન નીચે લખાય ગયું છે બેન જય દ્વારકાધીશ

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  12 днів тому +1

      જય માતાજી 🙏

  • @anjanapatel8099
    @anjanapatel8099 12 днів тому +1

    Lkhelu nthi

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  12 днів тому

      હાં બેન પણ હવે આખુ કિર્તન લખાય ગયું છે

  • @anjanapatel8099
    @anjanapatel8099 12 днів тому

    Lkhi ne muko ben bhajan sars che piliz....

    • @Ganesha_Kirtan
      @Ganesha_Kirtan  12 днів тому

      હાં બેન લખાય ગયું છે બેન આભાર જય દ્વારકાધીશ