સત્સંગી બે નો તમે સત્સંગમાં આવજો એકાદશી એ કીડિયારું પુરજો રે બાર માસ ની અમાસ જો

Поділитися
Вставка
  • Опубліковано 31 лип 2024
  • તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો
    વાતો કરો તો મારા રામની રે બીજી વાત ન હોય જો
    સત્સંગી બેનો તમે સાંભળો રે તમે સત્સંગમાં આવજો
    સત્સંગ ના સાત પગથિયા રે કહે ભોજા ભગત જો
    પહેલું પગથિયું સત્સંગ નું રે એ તો ભૂલી ના જવાય જો
    જુવાનીના જોરે ગડપણ આવશે રે નહીં નામ લેવાય જો
    ધ્રુજે કાયા ને ધ્રુજે લાકડી રે નહીં દેહ નું ભાન જો
    બીજું પગથિયું સત્સંગ નો રે એ તો ભૂલી ના જવાય જો
    અતિથિ આવે આપણે આંગણે રે એના કરજો સનમ માનજો
    થોડામાંથી થોડું આપજો રે એ છે નારીનો ધર્મ જો
    ત્રીજુ પગથિયું સતસંગ નું રે એ તો ભૂલી ના જવાય જો
    ભૂખ્યા દુખિયા ને આશરો આપજો રે પછી પાણીડા પાવ
    અન્ન મોટું એક જ ક્ષેત્ર છે રે એ છે પરમારથ ના કામ જો
    ચોથું પગથિયું સત્સંગ નો રે એ તો ભૂલી ના જવાય જો
    બેઠી ગાયને પાટુ ના મારજો રે એમાં 33 કરોડ દેવ જો
    દીકરીને ગાય બેવું એક છે રે એ છે અબળા નોય અવતાર જો
    પાંચમું પગથિયું સત્સંગનું રે એ તો ભૂલી ના જવાય જો
    એકાદશી એ કીડિયારું પુરજો રે બાર માસની અમાસ જો
    આંકડો પીપળો ને બોરડી રે એના થડે જઈને પૂરજો
    છઠ્ઠું પગથિયું સત્સંગ નું રે એ તો ભૂલી ના જવાય જો
    ઘરડા મા-બાપની સેવા કરજો રે એ છે તીરથ ના ધામ જો
    સાતમું પગથિયું સત્સંગનું રે એ તો ભૂલી ના જવાય જો
    સદગુરુ આવે આપણે આંગણે રે એને કરજો નમસ્કાર જો
    ગુરુ ગોવિંદ બેઉ એક છે રે કહે ભોજા ભગત જો
    તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો

КОМЕНТАРІ • 15

  • @tarabenraj9118
    @tarabenraj9118 4 місяці тому +3

    સરસ ભજન છે

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 4 місяці тому +2

    જય શ્રી રામ ❤❤❤❤❤

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      અમારા ભજન સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર

  • @jaydeepvekariya3852
    @jaydeepvekariya3852 4 місяці тому +2

    ખુબ સરસ 🎉😁

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому +1

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @25nimavatharshil41
    @25nimavatharshil41 3 місяці тому +2

    Jay siyaram 🙏

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે નવરાત્રી ની શુભકામના

  • @bhavnajoshi7350
    @bhavnajoshi7350 4 місяці тому +2

    જઈ હો જય શ્રી રામ

    • @VilasVekariya
      @VilasVekariya  4 місяці тому

      ખુબ ખુબ આભાર ભજન સાંભળતા રહેજો

  • @AnantbhaiVekariya
    @AnantbhaiVekariya 4 місяці тому +2

    જય શ્રી રામ

  • @user-gt6ce6cb9c
    @user-gt6ce6cb9c 3 місяці тому +1

    Lkhi ne moklo

    • @VilasVekariya
      @VilasVekariya  3 місяці тому +1

      નીચે લખેલું છે ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ