🙏 ભજનમાં કોઈનો ભાગ નથી ભજનમાં કોઈનો ભાગ નથી... 🌹🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2024
  • આવે તેને આવવા દો બેસે તેને બેસવા દો
    ભજનમાં કોઈનો ભાગ નથી ભજનમાં કોઈનો ભાગ નથી
    આવ્યા હતા એકલા ને જવાના એકલા
    છોકરા ના છોકરા નહીં બંધાવે ઢેખલા
    બોલે તેને બોલવા દો ડોલે તેને ઢોલવા દો
    ભજનમાં કોઈનો ભાગ નથી ભજનમાં કોઈનો ભાગ નથી
    શું લઈને આવ્યા શું લઈ જવાના
    ખાલી હાથે આવ્યા અને ખાલી જવાના
    જાગે તેને જાગવા દો ઊંઘે તેને ઊંઘવા દો
    ભજનમાં કોઈનો ભાગ નથી..
    મારું તારું કરવામાં જિંદગી બગાડી
    બે બાજુ આવીને ઢોલકી વગાડી
    જાય તેને જવા દો જેમ ફાવે તેમ બોલવા દો
    ભજન માં કોઈ નો ભાગ નથી ભજનમાં કોઈનો...
    સમજે તેને તો આજે સમજી લેવુ
    પુણ્ય દાન કરી આજે ભાથુ ભરવાનું
    પહેલું મોડું મરવાનું ભજન કરી તરવાનુ
    ભજનમાં કોઈનો ભાગ નથી...
    ગુરુ પ્રતાપે ગોવિંદ ગાય છે
    અનુભવ કરો તો જરૂર સમજાય છે
    તાલી પાડી બોલવા નુ નિંદાને ક્રોધ બે છોડવાનુ
    ભજનમાં કોઈનો ભાગ નથી ભજનમાં કોઈનો ભાગ નથી
    🙏
    સાખી :હે....જગ થી જાના પાપ કરીને અંધારે અટવાઇ રે
    અંત સમયે જમ આવીને પ્રાણ હરી લઈ જાય રે...

КОМЕНТАРІ • 19