🙏 ધીમો ધીમો ચાલે રે મારા લાલા નો હિંડોળો... 🌹🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • ધીમો ધીમો ચાલે મારા લાલા નો હિંડોળો
    લાલાનો હિંડોળો મારા વાલા નો હિંડોળો
    ધીમો ધીમો ચાલે મારા લાલાનો હિંડોળો
    નંદબાવા આવશે ને લાલા ને બેસાડશે
    નંદબાવા આવશે ને હિંડોળે બેસાડશે
    જશોદામાં ધીમે ધીમે જુલા રે ઝુલાવશે
    લાલાનો હિંડોળો મારા વાલા નો હિંડોળો
    ધીમો ધીમો ચાલે મારા લાલાનો હિંડોળો...
    પીળા પીતાંબર મારા લાલા ને પહેરાવશે
    જ્યારે કસી જામા ધરી હૈયે રે લગાડશે
    વાલા નો હિંડોળો મારા લાલા નો હિંડોળો
    ધીમો ધીમો ચાલે મારા લાલાનો હિંડોળો...
    લાડે ને કોડે માતા ઝુમ્મર લગાડશે
    લેરીયા ના તોરણ બાંધી વાલાને રીજાવશે
    લાલાનો હિંડોળો મારા વાલા નો હિંડોળો
    ધીમો ધીમો ચાલે મારા લાલાનો હિંડોળો...
    ઘર ઘરથી ગોપી સૌ ભેગી મળી આવશે
    લાલા માટે માખણને મિસરી લઈ આવશે
    લાલા નો હિંડોળો મારા વાલા નો હિંડોળો
    ધીમો ધીમો ચાલે મારા લાલા નો હિંડોળો...
    વારી વારી મુખ જોઈ લાલા ને હસાવશે
    રસિયા વાલમ ને લાડ રે લડાવશે
    લાલાનો હિંડોળો મારા વાલા નો હિંડોળો
    ધીમો ધીમો ચાલે મારા લાલાનો હિંડોળો...
    લલીતા વિશાખા સખી માળા લઈને આવશે
    રાધાજીના કેશે રૂડી વેણી રે ગુથાવશે
    લાલા નો હિંડોળો મારા વાલા નો હિંડોળો
    ધીમો ધીમો ચાલે મારા લાલાનો હિંડોળો...
    હેતેથી જુલાવશું ને મોતીડે વધાવશું
    ગોપીઓના કાન ને હૈયે રે લગાડશું
    લાલાનો હિંડોળો મારા વાલા નો હિંડોળો
    ધીમો ધીમો ચાલે મારા લાલાનો હિંડોળો...
    સખી મંડળ આવશે ને ઝુલો રે ઝુલાવશે
    વૈષ્ણવો તો દોડી દોડી દર્શને જાશે
    લાલા નો હિંડોળો મારા વાલા નો હિંડોળો
    ધીમો ધીમો ચાલે મારા લાલા નો હિંડોળો...
    🙏
    Thanks

КОМЕНТАРІ • 18