ભજન નીચે લખ્યું છે.પિતૃ પક્ષની સાખીયો સરસ અને સમજવા જેવી છે અંત સુધી જોશો.શ્રી સખીભજન મંડળ.મીના પટેલ

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • ચાલો ભકતો પિતૃ પક્ષની સાખીયો આપણે સાંભળીયે. મસ્ત છે અવશ્ય જોશો. અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribકરવાનું તો ભુલતા જ નહી.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજનો તેમજ નવા થાળ સાંભળવા મળશે.સાથ સહકાર આપશો
    જય શ્રીકૃષ્ણ
    ________પિતૃ પક્ષની સાખીયો__________
    (1) હરી હે....જન્મયા ત્યારથી જરૂર જાણજો મરવાનું તો માથે છે
    માટે તમને કહું છું સખીયો ભજન મંડળમાં આવોને,ભજન મંડળમાં આવોને
    (2) હરી હે....ચાર દિવસની જીંદગી તારી પળમાં ચાલી જાશે રે
    કંચન જેવી કાયા તારી એક દિન રાખ થવાની છે,એક દિન રાખ થવાની છે
    (3) હરી હે...જીવ ગાયે,જીવ ખાયે જીવથી આનંદ રેલાય છે
    આયુષ્ય પુરુ થઈ જાય તો દેહનું સ્થાન સ્મશાન છે,દેહનું સ્થાન સ્મશાન છે
    (4) હરી હે...અંત સમયે કોઈ ના આવે ધન દોલત તારા રહી જાશે રે
    સગા વ્હાલા તને બાળશે ને બાર દિવસ સહુ પાડશે રે,બાર દિવસ સહુ પાડશે રે
    (5) હરી હે....ધન દોલતને માલ ખજાના અહીંયાના અહી રહેવાના રે
    સાચું હરીનું નામ એ આવશે તારી સાથે રે,આવશે તારી સાથે રે
    (6) હરી હે....માનવ દેહ ફરી નહી મળશે જન્મ સફળ તું ક્યારે કરશે
    લક્ષ ચોરાસી તરી જવાનો સહેલો એક ઉપાય છે,સહેલો એક ઉપાય છે
    (7) હરી હે....જન્મયા ત્યારથી જરૂર જાણજો
    મરવાનું તો માથે છે
    માટે કહું છું બેનો હરીનું નામ સાથે લઈ લોને,હરીનું નામ સાથે લઈ લોને
    (8) હી હે....હે બાળપણું રમવામાં ખોયું જુવાની એડે જાય છે
    ઘડપણમાં ગોંવિંદ ના ગાયા તો મરતા મનડું બહુ મુઝાય છે,મરતા મનડું બહુ મુંઝાય છે
    (9) હરી હે...પાપના ઢગલા કરી કરીને ધન દોલત મેળવાય છે
    સઘડું છોડી ચાલી જતાં બીજા લૂંટી ખાય છે,બીજા લૂંટી ખાય છે
    (10) હરી હે....જગથી છાના પાપ કરીને અંધારે અટવાય રે
    અંત સમયે જમ આવીને પ્રાણ હરી લઈ જાય રે,પ્રાણ હરી લઈ જાય રે
    (11) હરી હે.... સંસાર સાગર દુઃખ નો દરિયો,સ્વાર્થી જગના સંગે ચઢયો રે
    મનડું મારું ખોટું કરે ના એને જરા અચકાવજો રે,એને જરા અચકાવજો રે
    (12) હરી હે....જુવાની જાશે ને ઘડપણ આવશે કાયા તારી થરથર થાશે રે
    અણમુલો અવસર આવ્યો છે સાથે ભાથું ભકિત નું બાંધી લે,સાથે ભાથું ભકિત નું બાંધી લો
    (13) હરી હે....મોટા મોટા મહેલ બનાવ્યા રહેનારા તો કોઈ નથી
    રહેનારા જ્યા ખુબ પડયા છે એમને રહેવા મળતું નથી,એમને રહેવા મળતું નથી
    (14) હરી હે....ખાધા પીધુ ને મોજ માણી રામનું નામ ના લીધું રે
    પાપના પોટલે પોટલા તે બાંધ્યા પુણ્ય દાન કંઈ ના દીધું રે,પુણ્ય દાન કંઈ ના દીધું રે
    બોલ બોલ રાજા રણછોડ ની જય જય
    બોલ બોલ પિતૃ દેવની જય જય

КОМЕНТАРІ • 40