ભજન નીચે લખ્યું છે.મોબાઈલનું. રમુજી કોમેડી સાંભળીને આનંદ થશે.શ્રી સખી ભજન મંડળ.મમતા રાઠી.વડોદરા.

Поділитися
Вставка
  • Опубліковано 29 чер 2024
  • મોબાઈલે કરી કેવી ધમાલ આ ભજન જોરદાર છે મઝા આવે તેવું છે અંત સુધી જોશો.અમારી ચેનલ શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું તો ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ ભજન નવા નવા સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
    જય શ્રીકૃષ્ણ
    --------------------------- ભજન-----------------------
    છોડી દીધા સૌ એ ઘરનાં કામ, મોબાઈલે કરી કેવી ધમાલ (2)
    રોજ રોજ માં ને ફોન લગાવે,ઘરની બધી એ વાત સંભળાવે
    ગપ્પા મારે સવાર ને સાંજ, મોબાઈલે કરી કેવી ધમાલ
    છોડી દીધા સૌ એ...........
    રોજ રોજ એ તો સેલ્ફી પાડે,વાંકા ચૂંકા મોંઢા બનાવે
    ફોટા પાડે સવાર ને સાંજ, મોબાઈલે કરી કેવી ધમાલ
    છોડી દીધા સૌ એ...........
    સાસુ માને તો ચોપડી પકડાવી,પોતે તો મોબાઈલ માં ઘુસી જાય
    ટીક ટીક ચલાવે સવાર ને સાંજ, મોબાઈલે કરી કેવી ધમાલ
    છોડી દીધા સૌ એ...........
    રોજ રોજ નવા નવા સ્ટેટસ લગાવે,આજ કર્યુ તે મોબાઈલમાં બતાવે
    પ્રોફાઇલ બદલે સવાર ને સાંજ, મોબાઈલે કરી કેવી ધમાલ
    છોડી દીધા સૌ એ.............
    અડધી જીંદગી મોબાઈલમાં કાઢી,પૂજા પાઠમાં સમય ના કાઢે
    બોલ્યા એવું સખી મંડળ,લઈ લો હવે પ્રભુનું નામ
    છોડી દીધા સૌ એ ઘરનાં કામ, મોબાઈલે કરી કેવી ધમાલ
    કૃષ્ણ કનૈયા લાલ કી જય

КОМЕНТАРІ • 18