ભજન નીચે લખ્યું છે.આપણા જીવનને સમજાય એવી સાખીયો જોરદાર છે સાંભળજો.શ્રી સખીભજન મંડળ.મીના પટેલ.

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • ચાલો ભકતો આ સાખીયો ક્યારેય સાંભળી નહી હોય તો અંત સુધી જોશો.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હાં,subscribe કરવાનુ તો ભુલતા જ નહી
    અને બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા નવા ભજનો તેમજ નવા થાળ સાંભળવાં મળશે.સાથ સહકાર આપશો.
    વડોદરા.
    જય શ્રીકૃષ્ણ
    ÷÷÷÷÷÷÷÷÷સાખીયો÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
    (1) હરી હે....ભજન કરો તો બેનો એવું જ કરો
    પણ ભજન કરવામા ભુલ પડી
    ભજન કર્યા પછી નિંદા કરો તો એ ભજનમાં ધુળ પડી,વ્હાલા એ ભજનમાં ધુળ પડી
    (2) હરી હે....મન અમારું કાબુમાં નથી ,મંદિર જવાથી શું મળે
    ટીલા ટપકાં તાણીને પછી ભકિત કરવી શા કામની રે,વ્હાલા ભકિત કરવી શા કામની રે
    (3) હરી હે....ભણવું હોય તો આવજો બહુ મોટી નિશાળ રે
    ઈનટરય્યુમાં પાસ થશો તો પ્રોફેસર નંદલાલ રે,વ્હાલા પ્રોફેસર નંદલાલ રે
    (4) હરી હે....ધનવાનને કાંટો વાગે તો આખુ ગામ જોવા જાય રે
    ગરીબ બિચારો ડુંગર પરથી પડે તો કોઈ ના જોવા જાય રે,વ્હાલા કોઈ ના જોવા જાય રે
    (5) હરી હે...લક્ષ્મી લક્ષ્મી શું કરો છો લક્ષ્મી ચંચળ નાર રે
    લક્ષ્મી કોઈની થઈ નથી થાયે તો બેડો પાર રે,વ્હાલા થાયે તો બેડો પાર રે
    (6) હરી હે....ભજન કરો તો એવા કરો રે મનનો મોરલીયો નીચો રે
    સાંભળનારા મસ્ત બનીને બેઠાં બેઠાં ડોલે રે,વ્હાલા બેઠાં બેઠાં ડોલે રે
    (7) હરી હે....માળા માળા મારા હાથમાં રે માળાના મણકા ફર્યા કરે
    મનડું આમતેમ ડોલ્યા કરે તો માળા શું રે કરે,વ્હાલા માળા બિચારી શું રે કરે
    (8)હરી હે....કળીયુગનો જમાનો આવ્યો વારા ફરતી વારો રે
    આજે ફજેતી જુઓ બીજાનીકાલે તમારો વારો રે,વ્હાલા કાલે તમારો વારો રે
    (9) હરી હે....ભોજન થયા ડાલ્ડા ઘીના શકિત કયાંથી હોય રે
    માનવ વહેંચાયા ધર્મોમાં એકતા કયાંથી હોય રે,વ્હાલા એકતા કયાંથી હોય રે
    (10) હરી હે....ભજન મંડળ તો આવી ગયું ને ભજન કરવા બેસી ગયું
    ત્રણ ચાર બેનો ના રે આવે તો મંડળ બિચારું શું રે કરે વ્હાલા મંડળ બિચારું શું રે કરે
    (11) હરી હે.....શ્રાવણ મહીનાની અગીયારસે નદીયે એ નહાવા જાય રે
    ઘરનો ધણી આવતા પહેલાં શીરો શેકીને ખાય રે,વ્હાલા શીરો શેકીને ખાય રે
    (12) હરી હે મોઘો માનવ દેહ મળ્યો છે ભકિત નું ભાંથુ ભરી લે
    ભાથું રોક્યા ના રોક્યા ઓછુ તુજપને ના સમજાય રે,વ્હાલા તુજને ના સમજાય રે
    (13) હરી હે....ભણી ભણીને ખુબ જ ભણ્યા એ ભણવામા મઝા પડી
    વિવેક વિનય શીખ્યા નહી તો એ ભણવામાં ધુળ પડી રે, વ્હાલા એ ભણવામાં ધુળ પડી
    વ્હાલાજી તારા હો હો (2)
    વ્હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલાં પખાળું (2)
    બોલ બોલ રાજા રણછોડ ની જય જય
    બોલ બોલ કૃષ્ણ કનૈયાની જય જય
    બોલ બોલ શ્રી સખીભજન મંડળની જય જય

КОМЕНТАРІ • 46