|| નાનું એવું ગોકુળ ગામડું || નિચે લખેલ છે લાઈક કરો સબસ્ક્રાઈબ કરશો 👍🙏

Поділитися
Вставка
  • Опубліковано 31 лип 2024
  • umrala satsang mandal
    rasilaben savani
    આપને કિર્તન ગમેતો લાઈક કરો સબસ્ક્રાઈબ કરશો 👍🙏
    ...... કિર્તન.....
    નાનું એવું ગોકુળ ગામડું રે
    ત્યાં રમે રાધાને કાન મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    ગોકુળ ગામના ગોવાળિયા રે
    ગૌધન ચરાવવાને જાય મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    બરસાના ગામની ગોવાલણ રે
    મહિડા વેચવાને જાય મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    આડા ગોવાળ ઉભા રહ્યા રે
    મહિડાના દાન દેતા જાઓ મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    રાધા ને કાન ઝગડિયા રે
    નહીં આપુ મહિડાના દાન મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    ચટકો ચડાવી રાધા ચાલિયા રે
    આવ્યા બરસાના ગામ મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    ચાર પાંચ દિવસો વીતી ગયા રે
    નો આવ્યા રાધા નાર મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    કાના એ મનમાં વિચાર્યું રે
    લીધો મણીયારાનો વેશ મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    આંખે તે આંજણ આંજિયા રે
    કપાળે ટીલડી શોભે મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    ફુલ ફાગનો પહેર્યો ઘાઘરો રે
    ઘૂઘરીનો નહીં પાર મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    ખીલખાપનું પેહેર્યું કાપડું રે
    બાયે મોરલીયાની ભાત મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    રાતા તે રંગની ઓઢી ચુંદડી રે
    તારલીયા ચમકે અપાર મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    માથે તે મુંગટ શોભતો રે
    ગળે હજારી હાર મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    બાયે બાજુબંધ બેરખા રે
    દશે આંગળીએ વેઢ મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    કડે કંદોરો ઝુલતો રે
    ઘૂઘરી નો ઝણકાર મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    પાયે તે ઝાંઝર શોભતા રે
    ઝાંઝરીનો ઝણકાર મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    પગે રાઠોડી મોજડી રે
    ચાલે ચટકતી ચાલ મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    હાથી તે દાંતની ચુડલી રે
    ચુડલી વેચવાને જાય મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    બરસાના ગામની શેરીએ રે
    પાડે છે ચુડલીનો સાદ મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    ડેલીએ તે પડાવ નાખિયા રે
    માંડ્યા મણિયારાના હાટ મારા વાલા
    અવસર આવો નહીં રે
    લલીતા સખી ત્યાંથી દોડીયા રે
    આવ્યા રાધાજીની પાસ મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    આપણા દાદાની ડેલીએ રે
    માંડ્યા મણિયારાએ હાટ મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    રાધાજીએ શણગાર સજીયા રે
    ચુડલી હોરવાને જાય મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    અમારા માપની આપો ચુડલી રે
    ચુડલી નાના મોટી થાય મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    તમારા માપની ચુડલી રે
    લેવા આવો ગોકુળ ગામ મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    લલિતા સખી એમ બોલીયા રે
    આ છે જશોદાનો જાયો મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    રાધાજીના માપની ચુડલી રે
    લેવા આવ્યા ગોકુળ ગામ મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    હાથી તે દાંતની ચુડલી રે
    પેરાવી રાધાજીને હાથ મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    રાધા ને કાનની રમતડી રે
    ગાય છે નર ને નાર મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    નરસિંહ મહેતાના સ્વામી શામળા રે
    દેજો અમને વ્રજમાં વાસ મારા વાલા
    અવસર આવો નહીં મળે રે
    નાનું એવું ગોકુળ ગામડું રે
    #satsang #kirtan #bhajan #bhakti_song #dhun #rasilaben_savani #ભજન #સત્સંગ #ગુજરાતીભજન #દેશીકિર્તન #shivbhajan #livebhajan #mahadevbhajan #krishnabhajan #harekrishna #bhaktigeet #mantra #shivstori #krishnakirtan #ramnabhajan #svaminarayan #dvarikadhish_status #youtubeshorts
    #daily_vlogs #gujrati_bhajan_mandal #Shyam #maldhari #Vrindavan #radhe_radhe #balgopal #radhekrishna #jaythakar #shyamsundar #maldhari #Bhajan_kirtan #murlidhar #madhav #gujratikirtan #gujrati_bhajan #prachin_bhajan #રસીલાબેન_સવાણી #kanudanakirtan #villege_vlog #satsangi
    ગોકુળ.મથુરા.યમુના. કૃષ્ણ જન્મોત્સવ.કનૈયા કિર્તન.
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો.
    લાડકડો કનૈયો.નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા.
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન.

КОМЕНТАРІ • 42

  • @rajupandya3663
    @rajupandya3663 2 місяці тому +1

    Saras bhajan chhe 🙏🙏🙏🙏🙏

  • @MadhubenPrajapati-lv8lg
    @MadhubenPrajapati-lv8lg 3 місяці тому +2

    mast

  • @harshbarot4487
    @harshbarot4487 7 місяців тому +1

    Saras bhajan 🙏🙏🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 місяці тому +2

    જય ભોળાનાથ રશીલાબેન સવાણી ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે પણ ઉમરાળાતો તમારૂ મોટુછે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 місяці тому

      ખુબ ખુબ આભાર દાદા હા ઉમરાળા તાલુકો છે એટલે મોટુ ગામ છે 🙏 બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @madhubarmeda7440
    @madhubarmeda7440 8 місяців тому

    Bhu sars bhajan

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 6 місяців тому +1

    સરસ બહુ સરસ❤ અમારી બહેનો ને બહુ જ ગમ્યું👍👍👍👏👏👏🌹🌹🌹

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      આપનો ખુબ ખુબ આભાર 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 8 місяців тому +1

    વાહ ખૂબ સરસ ગોકુળ ગામડું👍બધા સત્સંગી બહેનો ને જય શ્રી કૃષ્ણ🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

  • @rasilabnkirtan
    @rasilabnkirtan 8 місяців тому +3

    ખૂબ સરસ ભજન બધાં સત્સંગી બહેનોને જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  8 місяців тому

      આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

    • @ramilapatel7142
      @ramilapatel7142 7 місяців тому

      ​@@umralasatsangmandalpp

  • @sudhapatel4204
    @sudhapatel4204 7 місяців тому +1

    ❤❤😂😂🎉🎉 vah vah Khoob Saras Gokul gamadu😂😂❤❤❤ Radhe Krishna

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  7 місяців тому

      આભાર સુધાબેન 🙏 જય શ્રીકૃષ્ણ 🙏

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 7 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યું મજા આવી ગઈ સાંભળવાની સર્વે હરિભક્તોને રતનબેન ના રાધે રાધે નવાં વર્ષ નાં રામ રામ 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  7 місяців тому

      આપનો ખુબ ખુબ આભાર રતનબેન ઘણા દિવસે આપની મુલાકાત થઈ ખરેખર આનંદ થયો
      🙏 સર્વે સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ રાધે રાધે 🙏

  • @Ramabendhunofficial
    @Ramabendhunofficial 8 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏💐🙏
    ખૂબ ખૂબ સરસ 💐🌹🌺💥🌷

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  8 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏

  • @sharmishthapatel5205
    @sharmishthapatel5205 8 місяців тому +1

    Jay shree Krishna 🙏 🙏 રાધે રાધે બહેનો ને સરસ ભજન ગાયું

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે આભાર ધન્યવાદ 🙏🙏🙏

  • @MMehta-di4be
    @MMehta-di4be 8 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @MukeshSavani1972
    @MukeshSavani1972 8 місяців тому

    Nice bhajan 👌👍

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal 8 місяців тому

    રાધે રાધે🌸🌸🌸🌸🌸 જય શ્રી કૃષ્ણ🌺🙏🌺🙏🌺

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  8 місяців тому

      રાધે રાધે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 8 місяців тому

    Khub khub khub saras Bhajan 🙏🙏🙏 ❤️🚩♥️

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 8 місяців тому

    Nice ❤

  • @hiraodedara813
    @hiraodedara813 8 місяців тому

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્યામ ખૂબ ખૂબ સરસ બેન આબેને બીજી વાર ગાયું ખૂબ સરસ ગાવે સે નેમને પણ ખૂબ સરસ ગમે છે આ રાધા ને શ્યામ ની રમતડી

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

    • @ShreeKrishnasatsangmandal
      @ShreeKrishnasatsangmandal 8 місяців тому

      Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏❤️🚩♥️

  • @mohangamivlog8327
    @mohangamivlog8327 8 місяців тому +1

    જય મુરલીધર 🙏