નાનુ નાજુક આ ઘર પ્રભુ એ મને રહેવા આપ્યું છે (કીર્તન લખેલું નીચે છે)-વસંતબેન
Вставка
- Опубліковано 6 лют 2025
- નાનુ નાજુક આ ઘર પ્રભુ એ મને રહેવા આપ્યું છે
જાળવીને કરજો જતન પ્રભુ એ મને રહેવા આપ્યું છે.....
ભવના ફેરા માં ફરતા રે ફરતા
ભૂલ ભુલવણીમાં રસ્તે રજડતા
મોંઘુ મળ્યું છે આ ઘર પ્રભુ એ મને રહેવા આપ્યું છે......
એવી તે કારીગરી કરી શામળિયે
વિચાર કરતાં પાર નો પામીએ
એવો આ ચણનારો ચતુર પ્રભુ એ મને રહેવા આપ્યું છે......
નવ નવ દરવાજે મેલ્યા છે જાળીયા
જાળિયે જાળિયે રેશમના પડદા
ઘટમાં બિરાજે ઘડનાર પ્રભુ એ મને રહેવા આપ્યું છે......
ત્રિલોકનો નાથ આ ઘરનો માલીક છે
વહીવટ કરવો એ તારે રે હાથ છે
હિસાબ માગશે જરૂર પ્રભુ એ મને રહેવા આપ્યું છે......
ભક્તિ ના ભાવનો ઓટ ચડાવજો
રામનામ મન્ત્રનો રંગ લગાડજો
સત્સંગનો કરજો શણગાર પ્રભુ એ મને રહેવા આપ્યું છે......
કાયમ નથી વસવાટ આ ઘરમાં
ખાલી કરવાની નોટીસુ આવશે
ઓચિંતા લેવી વિદાઈ પ્રભુ એ મને રહેવા આપ્યું છે......
નાનુ નાજુક આ ઘર પ્રભુ એ તને રહેવા આપ્યું છે
જાળવીને કરજો જતન પ્રભુ એ તને રહેવા આપ્યું છે.....
#Vasantben
#કીર્તન
#Arunaben
#અરુણાબેન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Bhavnagar
#ભાવનગર