સાગ સીસમ નો મારો ઢોલીયો રે|| 👇લખેલું છે|| all bhajan|| Vishu Bhakti Vandana|| super bhajan

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2024
  • સાગ સીસમ નો મારો ઢોલીયો રે|| 👇લખેલું છે|| all bhajan|| Vishu Bhakti Vandana|| super bhajan
    #visubahktivandna
    #ભાવના ભજન
    #રામભજન
    #હેમંતચૌહાણનાભજન
    #ભક્તિઆહીરનાભજન
    #nimavatBinnaBhajan
    #વિશુભક્તિ વંદના
    #visubahktivandna
    #emotionalstory
    #dharmikstory
    #lessonablestory
    #Shiv bhajan
    #કીર્તન
    #સત્સંગ
    #Krishnabhajanભક્તિવંદના
    #dharmikstory
    #કીર્તનમંડળ
    #પ્રભાતિયા
    #ધાર્મિકગીત
    #GeetaRabarinaBhajan
    #સાગસીસમનોઢોલિયો
    નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fair
    સાગ સીસમનો મારો ઢોલિયો રે
    _🌷🌹🌹🌹🌹🌹_
    સાગ સીસમનો મારો ઢોલિયો રે
    અમરા ડમરાના વાણ
    પ્રભુજી બેઠા ઢોલીયે રે...
    રત્ને જડેલો મારો વીંઝણો રે
    રાધાજી ઢોળે વાહર
    પ્રભુજી બેઠા ઢોલીયે રે...
    હાથથી વછૂટ્યો વિંજણો રે
    મુખેથી વછૂટી વાણી
    પ્રભુજી મેણા બોલીયા રે...
    આહિર કેરી છોકરી રે
    શું જાણે સેવાની રીત
    પ્રભુજી મેણા બોલીયા રે...
    છાશ ને રાબડી આરોગતી રે
    શું જાણે પ્રેમની રીત
    પ્રભુજી મેણા બોલિયા રે...
    નેહડે નેહડે રખડતી રે
    વેચંતી મહિના માટ
    પ્રભુજી મેણા બોલીયા રે...
    ભરતી જમનાજીના નીર
    ને રે સરખી સાહેલીને સાથ
    પ્રભુજી મેણા બોલીયા રે...
    રાધા એ દાદાને તેડાવીયા રે
    દાદા મોરા વેલેરા આવો
    પ્રભુજી મેણા બોલીયા રે...
    દાદા ઉતર્યા ફૂલ વાડીએ રે
    જમાઈરાજા મળવાને જાય
    પ્રભુ ભરોસે વરીયા રે...
    શું રે ઢોળ્યું ને શું ફોડિયું રે
    શું રે કર્યા ભંજવાડ
    પ્રભુ ભરોસે વરિયા રે...
    કારા તે ગૃહમાં જનમીયો રે
    અડધી રાતે ગોકુળમાં જાય
    પ્રભુ ભરોસે વરિયા રે...
    માતા જશોદાએ ઉછેરીર્યા રે
    નથી જોયા માત અને તાત
    પ્રભુ ભરોસે વરિયા રે...
    વન રે વગડાની વાટમાં રે
    જોતો તો મૈયારણ ની વાટ
    પ્રભુ ભરોસે વસીયા રે...
    ચડતો કદંબ કેરા ઝાડવે રે
    લૂંટી ખાતો મહીયારણના માટ
    ય પ્રભુ ભરોસે વસીયા રે...
    આટલું સાંભળીને પ્રભુ ઉઠીયા રે
    નો આવી મનડામાં રીસ
    પ્રભુજી ઘેર મનામણા રે...
    રામ રામ કરીને ભેટીયા રે
    ક્યારે આવ્યા મારા તાત
    પ્રભુજી ઘેર મનામણા રે...
    ઘણા હોંશે ઘેરે આવીયા રે
    ખૂબ કર્યા સન્માન
    પ્રભુજી ઘેર મનામણા રે...
    અધિક રસોઈ તૈયાર કરી રે
    વિધવિધ ના પકવાન
    પ્રભુજી ઘેરે મનામણાં રે...
    ભેગા બેસીને જમાડિયા રે
    રિઝવવા રાધાજીના તાત
    પ્રભુજી ઘેર મનામણા રે...
    રાધાકૃષ્ણની રમતડી રે
    સુણજો નર ને નાર
    પ્રભુજી ઘેર મનામણા રે...
    🙏જયશ્રી કૃષ્ણ🙏

КОМЕНТАРІ • 4

  • @manthavmoradia3080
    @manthavmoradia3080 5 днів тому +1

    😊

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  4 дні тому

      Tumhara Khoob Khoob aabhar Jay Shri Krishna Kanhaiya

  • @ravipandya371
    @ravipandya371 3 дні тому

    સરસ❤

    • @Visu-ef9ij
      @Visu-ef9ij  3 дні тому

      અમારા વિડીયો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા