🙏 ઓ રાધા બેસી જા મારા ગાડામાં તને ફેરવુ ડાકોર ના મેળામાં... 🌹🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • ઓ રાધા આવી જા.. ઓ રાધા બેસી જા મારા ગાડા મા તને ફેરવુ ડાકોરના મેળામાં
    હું તને લાલ ચટક ચુંદડી લઈ આપું
    ચુંદડી માં અભલા ટંકાવું
    રાધા ઓઢી લે .... 2) મારા નામની તને ફેરવું ડાકોરના મેળામાં
    ઓ રાધા બેસી જા..
    હો તને હીરાનો હારલો લઈ આપુ
    હારલા માં હું મોતી ટંકાવુ
    હો રાધા પહેરી લે 2) મારા નામનો તને ફેરવુ ડાકોરના મેળામાં
    હો રાધા બેસી જા...
    હું તને સોનાની નથણી લઈ આપુ
    નથની મા હિરલો જડાવું
    હો રાધા પહેરી લે 2)મારા નામની તને ફેરવું ડાકોરના મેળામાં
    હું તને લાલ ચટક ચુડલો લઈ આપું
    ચુડલામાં હું ચિપો મઢાવુ
    હો રાધા પેરીલે 2)મારા નામનો તને ફેરુ ડાકોરના મેળામાં
    હો રાધા....
    તને ચાંદીની પાયલ લઈ આપુ
    પાયલમાં ઝીણી ઝીણી ઘૂઘરી ટંકાવુ
    હો રાધા પહેરી લે 2) મારા નામની તને ફેરવ ડાકોરના મેળામાં
    હું તને ગમરિયો ઘાઘરો લઈ આપુ
    ઘાઘરામાં હું મોરલા ટંકાવુ
    હો રાધા પહેરી લે2) મારા નામનો તને ફેરવું ડાકોરના મેળામાં
    હું સખી મંડળ તેડાવું
    તને સોળે શણગાર સજાવુ
    હો રાધા આવી જા મારા મંડળમાં તને રાસ રમાડુ મારા મંડળમાં
    હો રાધા આવી જા...
    🙏
    Thanks

КОМЕНТАРІ • 50