પાણીના પરબ બંધાવે પુણ્ય નહીં મળે રે,(કીર્તન નીચે લખેલુ છે)

Поділитися
Вставка
  • Опубліковано 27 лют 2024
  • સમજીને સેવા કરજો મા બાપની રે
    હે ના ઋણ તણો નહીં પાર દીકરા ભૂલી ના જાશો મા બાપને રે
    નવા નવા માસ ઉદરમાં રાખ્યો રે
    વેઠી વેદના ને પીડા અપાર દીકરા ભૂલી ન જાશો મા બાપને રે
    કડવા ઓસળ પીને જતન કીધું રે
    લટકયો ઊંધે માથે નવ માસ દીકરા ભૂલી ન જાશો
    ઉજાગરા વેઠતી તારી માવડી રે
    લેતી ભીના કોરાની સંભાળ દીકરા ભૂલી ન જાશો
    મોમાંથી કાઢીને તુજને ખવડાવ્યું રે
    દીકરાએ વેળા કેમ ભુલાય દીકરા ભૂલી ન જાશો
    પાપા પગલી તુ જ્યારે ચાલતો રે
    હૈયે હરખાય માને બાપ દીકરા ભૂલી ન જશો મા બાપને
    કાલી ઘેલી ભાષા સાંભળતા તારી પ્રેમથી રે
    એની સાંભળજે સુખદુઃખની વાત દીકરા ભૂલી ન જાશો
    પૂર્ણ દાન કરે કશું નહીં મળે રે
    આંગણે થી બેની રોતી નવ જાય દીકરા ભૂલીનો જાસો
    સાધુ સંતો જમાડે કશું નહીં મળે રે
    આંગણે થી ભાણેજ પૂછ્યા નવ જાય દીકરા ભૂલી ન
    ચારધામ તીર્થ કરે પ્રભુ નહી મળે રે
    આંગણે 68 તીરથ માને બાપ દીકરા ભૂલી ના જાશો
    પાણીના પરબ બંધાવે પુણ્ય નહીં મળે રે
    દીકરા ઠાર જો મા બાપના આતર દીકરા ભૂલી ન જાશો
    દીકરો સેવા કરીને છૂટે ઋણ થી રે
    દીકરી ઉજાળી છે બે કુળ દીકરા ભૂલી ના જશો
    ચામડી ઉતરાવી સિવડાવે દીકરો ચાખડી રે
    તોય નો ચૂકવાય મા બાપના ઋણ દીકરા ભૂલી ન જશો
    આવ્યો ગઢ પણ હતી દોયલુ રે
    તારી પાપા પગલી કરજે યાદ દીકરા ભૂલી ના જાશો
    જ્યારે મા બાપ સ્વર્ગે સિધાવ્યા રે
    દીકરા કાંધે લઈને જાય દીકરા ભૂલી ના જાશો
    દીકરા જોઈ જોઈને ડગલાં ભરજે રે
    તારે ડગલે ને પગલે પૂર્ણ હોય દીકરા ભૂલી ના જશો
    દાસ પુરુષોત્તમની વિનતી રે
    કોઈના નો રજળી માને બાપ દીકરા ભૂલી ન જાશો મા બાપને રે
    સમજીને સેવા કરજો મા બાપની રે
    #kirtan
    #gujrati
    #gujarati_kirtan
    #satsang

КОМЕНТАРІ • 5