આ વિસ્તારમાં 4 દિવસ થી ઘરવખરી પાણી માં:વડીલો નું સ્થળાંતર

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • પોરબંદર જીલ્લા માં વધુ ૩ થી ૪ ઇંચ વરસાદ ખાબકી જતા લોકો મુશ્કેલી માં મુકાયા છે અને ન છુટકે અનેક લોકો એ પાણી ભરેલા ઘરો માંથી સ્થળાંતર કર્યું છે
    પોરબંદર શહેર માં અગાઉ ૨૪ કલાક માં ૨૫ ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે લોકો ના ઘરો માં ૩થી ૪ ફૂટ પાણી ભરાયા છે ખીજડી પ્લોટ થી છાયા ચોકી જતા મુખ્ય માર્ગ પર પણ ૩ થી ૪ ફૂટ પાણી ભરાયા હોવાથી ૪ દિવસ થી માર્ગ બંધ કરાયો છે પાલિકા ના બન્ને પમ્પીંગ સ્ટેશન બંધ હોવાથી પાણી નો નિકાલ ન થવાથી લોકો ને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ગઈકાલે શહેર માં વધુ વરસાદ વરસતા લોકો ની મુશ્કેલી માં વધારો થયો છે અનેક વિસ્તાર માં ૪ દિવસથી રહેણાંક મકાનો પાણી ભરાયા છે લોકો ની ઘરવખરી તણાઈ ગઈ છે રસોડા માં પણ પાણી ભરાયા હોવાથી ૪ દિવસ થી લોકો નો ચૂલો પણ સળગ્યો નથી અને સગા સબંધી ઓ ને ત્યાંથી જે મળે તે ખાઈ લે છે આવી સ્થિતિ માં જીવી રહ્યા છે બીજી તરફ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પંપીંગ સ્ટેશનોની મુલાકાત લઇ લોકો ને જણાવ્યુ હતુ કે જેટલી બને તેટલી ઝડપથી પાણીનો નિકાલ કરવામાં આવશે,લોકો એ ખૂબ ધીરજ ધરી છે, સહન કર્યુ છે, સહકાર આપ્યો છે ત્યારે વિનંતિ છે કે હજુ થોડો સમય આ તકલીફ સહન કરી લેજો પંપ મુક્યા છે આથી વહેલીતકે પાણી નો નિકાલ થઇ જશે ધારાસભ્ય ના આવા જવાબ ના પગલે સ્થાનિકો માં આશ્ચર્ય જોવા મળતું હતું અને ધારાસભ્ય ના આશ્વાસન ના બીજા દિવસે પણ પાણી ઉતરવાના બદલે ઉલટા નું વધતા લોકો માં રોષ નું મોજું ફરી વળ્યું છે સ્થાનિકો એ એવું પણ જણાવ્યું હતું કે સુધરાઈ સભ્ય ને રજૂઆત કરતા ફોન પર ગાળો દીધી હતી તો પાલિકા પ્રમુખે એવું જણાવ્યું હતું કે પુનમ હોવાથી દરિયામાંથી પાણી પાછુ આવી રહ્યું છે આમ પાણી ના નિકાલ માટે નક્કર કામગીરી ના બદલે બહાનાબાજી અને આશ્વાસન નો ખેલ જ ૪ દિવસ થી ચાલી રહ્યો છે
    છાયા પ્લોટમાં પાટા પછી નો સમગ્ર વિસ્તાર બેટ માં ફેરવાઈ ગયો છે હજુ પણ લોકો ના ઘર માં ૩ થી ૪ ફૂટ પાણી ભરેલા છે આથી અનેક લોકો હિજરત કરી ગયા છે ત્યારે સ્થાનિક સુધરાઈ સભ્યો ફાયરબ્રિગેડ ની હોડી મારફત આ વિસ્તાર માં ફૂડ પેકેટ વિતરણ કરવા નીકળ્યા હતા ત્યારે સ્થાનિકો માં ભારે રોષ જોવા મળતો હતો અને તેઓને ફૂડ પેકેટ ની જરૂર નથી પરંતુ વહેલીતકે પાણી નો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી
    છાયા પાટા પાસે છેલ્લા ૪ દિવસ થી લોકો ના ઘરો માં ૪-૪ ફૂટ પાણી ભરાયા છે લોકો ની ઘરવખરી પાણી માં તરી રહી છે ૪ દિવસ થી ચુલા પણ સળગ્યા નથી તેમ છતાં સ્થાનિકો પાણી નો નિકાલ થશે તેવી રાહ માં જેમતેમ દિવસો પસાર કરતા હતા પરંતુ ૪ દિવસે તો સ્થાનિકો ની પણ ધીરજ ખૂટી હતી અને વધુ મુસ્શ્કેલી માં મુકાય તે પહેલા ઘર માં રહેલા વૃદ્ધો,બીમારો નું જાતે સ્થળાંતર કરવાનું શરુ કર્યું હતું ઉપરાંત બાળકો ને પણ નજીક ના સ્વજનો ને ત્યાં મોકલી આપ્યા છે

КОМЕНТАРІ • 9