ખોડિયાર જયંતિ સ્પેશિયલ કિર્તન || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    __________________ કિર્તન ________________
    સાખી
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    હે જાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે નવઘણ વીર
    હે સિંધમાં રોકી જોને સુમરે હે મને હાલવા નો દેય હમીર
    ××××××
    જાહલ નાં લગ્ન લખ્યા માં ખોડીયાર જાહલ નાં લગ્ન લખ્યા રે લોલ
    નવઘણે જવતલ હોમ્યા માં ખોડીયાર નવઘણે જવતલ હોમ્યા રે લોલ
    જે રે જોઈએ તે માંગો જાહલ બેન જેરે જોઈએ તે માંગો રે લોલ
    વિપત પડે ત્યારે આવજો વીરા નવઘણ વિપત પડે ત્યારે આવજો રે લોલ
    જાહલ ને સાસરે વળાવા માં ખોડીયાર જાહલ ને સાસરે વળાવા રે લોલ
    દેશમાં દુષ્કાળ પડ્યો માં ખોડીયાર દેશમાં દુષ્કાળ પડ્યો રે લોલ
    જાહલે માલ હંકારા માં ખોડીયાર જાહલે માલ હંકારા રે લોલ
    સિંધમાં ઝુંપડા બાંધ્યા માં ખોડીયાર સિંધમાં ઝુંપડા બાંધ્યા રે લોલ
    જાહલ પાણીડાં હાલ્યા માં ખોડીયાર જાહલ પાણીડાં હાલ્યા રે લોલ
    સુમરે જાતા ભાળ્યા માં ખોડીયાર સુમરે જાતા ભાળ્યા રે લોલ
    સુમરો રૂપમાં મોહ્યો માં ખોડીયાર સુમરો રૂપમાં મોહ્યો રે લોલ
    જાહલ ને કેદમાં પુર્યા માં ખોડીયાર જાહલ ને કેદમાં પુર્યા રે લોલ
    સો સો મહીના નાં વાયદા માં ખોડીયાર સો સો મહીના નાં વાયદા રે લોલ
    જાહલે કાગળ લખ્યા માં ખોડીયાર જાહલે કાગળ લખ્યા રે લોલ
    નવઘણે કાગળ વાંચ્યો માં ખોડીયાર નવઘણે કાગળ વાંચ્યો રે લોલ
    આડા વરૂડી નાં નેસ માં ખોડીયાર આડા વરૂડી નાં નેસ રે લોલ
    છાશુ પીતા જાવ માં ખોડીયાર છાશુ પીતા જાવ રે લોલ
    કુલડીમાં કંટક જમાડયુ માં ખોડીયાર કુલડીમાં કંટક જમાડયુ રે લોલ
    વેળુમાં વીરડો ગાળ્યો માં ખોડીયાર વેળુમાં વીરડો ગાળ્યો રે લોલ
    કાછલી એ પાણી પાયા માં ખોડીયાર કાછલી એ પાણી પાયા રે લોલ
    નવઘણ ને દુખણા લીધાં માં ખોડીયાર નવઘણ ને દુખણા લીધાં રે લોલ
    ચકલી થઈ ને ભાલે બેઠા માં ખોડીયાર ચકલી થઈ ભાલે બેઠા રે લોલ
    સમંદર માં કેડા પાડ્યા માં ખોડીયાર સમંદર માં કેડા પાડ્યા રે લોલ
    સુણ
    સુમરા નો ગઢ ઘેરી લીધો માં ખોડીયાર સુમરા નો ગઢ ઘેરી લીધો રે લોલ
    સુમરા ને મારી નાખ્યો માં ખોડીયાર સુમરા ને મારી નાખ્યો રે લોલ
    જાહલ ને કેદ માં થી છોડ્યા માં ખોડીયાર જાહલ ને કેદ માં થી છોડ્યા રે લોલ
    સુમરા ના ગઢમાં સોનાની ઈંટો એક એક ઈંટ લય લીધી રે લોલ
    વરૂડી નાં મંદિર અધુરા માં ખોડીયાર વરૂડી નાં મંદિર અધુરા રે લોલ
    વરૂડી નાં મંદિર ચણાવો માં ખોડીયાર વરૂડી નાં મંદિર ચણાવો રે લોલ
    જાહલ નો ગરબો જે કોઈ ગાશે ખોડીયાર માં આશા પુરી કરશે રે લોલ

КОМЕНТАРІ • 48