આગિયા || FIREFLY || PANKAJ KOKANI || AMBICA VISION || SARVAR || JUGNU ||

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024
  • ચોમાસા ની શરૂઆતમાં ડાંગ જીલ્લામાં આવેલા ગામ સરવર એક અનોખી ઘટનાનું સાક્ષી બને છે અહીંના જંગલમાં લાખો ની સંખ્યામાં આગિયા જોવા મળે છે ગુજરાત માં અન્ય સ્થળો કરતા બહોળા પ્રમાણમાં આગિયાની વસ્તી ધરાવતા આ સ્થળ વિષે કેટલીક અદભુત અને રોચક માહિતિ.
    ___________________________________________
    આગિયા વિષે કવિ કલાપી ની એક રચના
    ___________________________________________
    એક આગિયાને કવિ: કલાપી
    તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી,
    બ્રહ્માંડને પોષી રહી તે દ્રષ્ટિ અહીં એ છે નકી.
    તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું,
    તુજ નેત્ર આગળ દીવડો કૈં શ્રમ વિના દેખાડતું.
    વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી,
    જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી.
    વળી કોઈ વિસ્મય સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી,
    ના સ્પર્શતી એ બીકથી તુજ રજ રખે જાતી ખરી.
    અદ્રશ્ય ના ઘનથી બને ના ધૂમસે મેલું થતું,
    તુજ તેજ તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું.
    મમ પ્યારીનાં ફૂલડાં અને મુજ વૃક્ષ જ્યારે ઉંઘતાં,
    તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં.
    તું જાગજે તું ખેલજે ને પત્રે પત્રે મ્હાલજે,
    ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે.
    તું કેમ એ માની શકે આધાર તારો એજ છે,
    એ જાળ તું જાણે નહીં હું જાણું ને રોઉં અરે.
    રે પક્ષી કોની દ્રષ્ટિએ તું એજ ચળકાટે પડે,
    સંતાઈ જાતાં નાસતાં એ કાર્ય વૈરીનું કરે.
    દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી,
    જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.
    આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી,
    એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી.
    અમ એજ જીવિત એજ મૃત્યુ એજ અશ્રુ ને અમી,
    જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી.

КОМЕНТАРІ • 28

  • @AMBICAVISION
    @AMBICAVISION  Місяць тому +5

    A wonderful wonder of Dang

  • @tkumaheta6906
    @tkumaheta6906 Місяць тому +2

    સરસ વિડિઓ બનાવીયો છે નાના હતા એની યાદ અપાવી આગયાની ખરેખર હવે વિલુપ્ત થયી ગયા

  • @nishant111992
    @nishant111992 27 днів тому +1

    ખૂબ સરસ પ્રસ્તુતી પંકજ ભાઈ..
    બાળપણની યાદો તાજા થઈ ગઈ.
    ડાંગ જિલ્લા ના આવા સુંદર ગામડાનું જીવન બતાવવા આભાર.. 🙏

  • @kokanishreyarsh2198
    @kokanishreyarsh2198 Місяць тому +1

    Nice 👍👍

  • @Viraj_Patel_Official
    @Viraj_Patel_Official Місяць тому +1

    Mast 👌👏

  • @starsatu1110
    @starsatu1110 Місяць тому +1

    Good સારી માહિતી છે.

  • @BirariChetan0815
    @BirariChetan0815 Місяць тому +2

    Sar ataladham dang no video banavjo

  • @ab9276
    @ab9276 Місяць тому +3

    તમારી આ ચેનલ ખુબજ સારી પહેલ છે👍👍

  • @vaibhav_vibes
    @vaibhav_vibes Місяць тому +3

    Very informative video

  • @adivasimusicalbands
    @adivasimusicalbands Місяць тому +2

    Nice 👌 good work 😊

  • @vaibhav_vibes
    @vaibhav_vibes Місяць тому +2

    Saras 🍃

  • @junevarachhia8027
    @junevarachhia8027 Місяць тому +1

    Garvi gujrat garvi dang

  • @sakhisilay4093
    @sakhisilay4093 Місяць тому +1

    Oho......very Beautiful ❤

  • @vimalkukana2270
    @vimalkukana2270 Місяць тому +1

    Ame ghana pakadta 2 prakar na hoy chhe ek ude eva ane bija jamin par chalnara

  • @manishagamit4394
    @manishagamit4394 Місяць тому +1

    સરસ 🌾

  • @ChhayaGavli-bp3wg
    @ChhayaGavli-bp3wg Місяць тому +1

    Nice 👍

  • @promathews
    @promathews Місяць тому +1

    Aagiya only vansda dang ma j jova male che.🌲🌳😎

    • @AMBICAVISION
      @AMBICAVISION  Місяць тому

      મહારાષ્ટ્ર નાં પશ્ચિમ ઘાટ માં પણ જોવા મળે છે

  • @hetalkonkani7862
    @hetalkonkani7862 Місяць тому +1

    Very nice

  • @kailashrgamit2545
    @kailashrgamit2545 Місяць тому +1

    Nice❤❤❤

  • @prakashvideo9825
    @prakashvideo9825 Місяць тому +1

    Andhara ma અજવાળુ

  • @aamimachhi7642
    @aamimachhi7642 Місяць тому

    Bhai dron camera kayo vapro
    Jawab aapjo

    • @AMBICAVISION
      @AMBICAVISION  Місяць тому +1

      DJI Mavic Air

    • @AMBICAVISION
      @AMBICAVISION  Місяць тому

      તમારો કોન્ટેક્ટ નંબર આપશો