વડલો કહે મારી વનરાયું સળગી | Kavi Dula Bhaya Kag | Vadalo kahe mari vanarayu salagi |

Поділитися
Вставка
  • Опубліковано 26 чер 2020
  • #Rajni_Parmar
    If you like this video or this channel's performance so please don't forget to shere This Video and also like, comment and Subscribe The Channel. Thank you 😊
    કવિશ્રી દુલા ભાયા 'કાગ'ની આ રચનામાં જે સંવેદન વ્યક્ત થયું છે ત્યાં સુધી આપણે પહોંચતા શીખીશું ને? ચાલો સાંભળીએ ને પહોંચીએ...🎧🎧🤗
    વડલો કહે મારી વનરાયું સળગી ને,
    મેલી દીયોને જૂના માળા,
    ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી...
    આભે અડિયાં સેન અગનનાં, ધખિયાં આ દશ ઢાળાજી;
    આ ઘડિયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા,
    ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી...
    બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી,
    કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં,
    ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી...
    પ્રેમી પંખીડા પાછાં નહીં મળીએ, આ વન મારે વિગ્તાળાજી,
    પડદા આડા મોતના પડિયા, તે પર જડિયાં તાળાં,
    ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી...
    આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી,
    મરવા વખતે સાથ છોડી દે એનાં મોઢાં મશવાળાં,
    ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી...
    ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
    ‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
    ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી...
    -દુલા ભાયા ‘કાગ’
    All credits goes to the poet of this Poem.
    Poem suggested by #Ajju_Bambhaniya

КОМЕНТАРІ • 22

  • @SinghalJayantilal
    @SinghalJayantilal 16 днів тому +1

    ખૂબ સરસ..રજનીપરમાર

  • @KiritbapuJebaliya
    @KiritbapuJebaliya 28 днів тому +2

    JAY SONALMAA

  • @sarman_a_barad250
    @sarman_a_barad250 Місяць тому +2

    Java matagia bai

  • @ajjubambhaniya6015
    @ajjubambhaniya6015 4 роки тому +3

    મઝા આવી હો..

  • @diliprabari6087
    @diliprabari6087 4 роки тому +3

    જય હો કાગ બાપુ.....ખૂબ ખૂબ આભાર.... સાહેબ... આ કપરા સમય માં તમે આવી કવિતાઓ સંભળાવી સંભળાવી ને એકદમ Charge કરી નાખો છો...👌👍

  • @sonalrathod3982
    @sonalrathod3982 4 роки тому +3

    👏👏👏

  • @ajjubambhaniya6015
    @ajjubambhaniya6015 4 роки тому +3

    Thanks sir

  • @vihatmaamusic6485
    @vihatmaamusic6485 2 роки тому +2

    ગુજરાતી.સાહિત્યનું.વિવેચન.કરી.ભાષા.સાચવી.
    સાહિત્ય.અભ્યાસ.ચિંતન.સરસ.કરો.છો.

    • @vihatmaamusic6485
      @vihatmaamusic6485 2 роки тому

      આપનો.પરિચય?
      હું.આણંદ

  • @varshabariya4326
    @varshabariya4326 2 роки тому +1

    Bahuj aanand aavyo 👍👍👍

  • @chetnadahima4553
    @chetnadahima4553 4 роки тому +1

    Thank you sir a rhyme mate... 👌

  • @sumitabaraiya1238
    @sumitabaraiya1238 4 роки тому +1

    Very very nice

  • @Sanskar_toys
    @Sanskar_toys 4 роки тому +2

    Nice

  • @nileshjadav0508
    @nileshjadav0508 4 роки тому +2

    👌👌👌

  • @bharatmbambhaniya9279
    @bharatmbambhaniya9279 4 роки тому +2

    એક વાર પકડેલો હાથ મૂકે તે તો કાયરના કામ....શૂરવીર કાંડુના મૂકે.......
    સાચી વાત સાહેબ

  • @ajjubambhaniya6015
    @ajjubambhaniya6015 4 роки тому +2

    ખુબ ખુબ આભાર સર તમારો હો.. આ રચના સંભળાવવા બદલ🙏🙏

    • @rj_rajni_parmar
      @rj_rajni_parmar  4 роки тому +2

      😊😊
      કવ્ય સુચવવા માટે આપનું નામ વીડિયોમાં મૂકવાનું રહી ગયું છે પરંતુ video description -માં મૂક્યું છે.

    • @ajjubambhaniya6015
      @ajjubambhaniya6015 4 роки тому +2

      @@rj_rajni_parmar no problem sir

    • @ajjubambhaniya6015
      @ajjubambhaniya6015 4 роки тому +2

      @@rj_rajni_parmar but I am happy