ભજન નીચે લખ્યું છે.અમે ગણપતિની સુંદર સાખી ગા ઈ છે મઝા આવશે.શ્રી સખીભજન મંડળ.મીના પટેલ.અંત સુધી જોશો.

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • ચાલો ભકતો અમે ગણપતિની નવી નવી સાખી ઓ લઈ ને આવ્યા છે અંત સુધી જોશો મઝા આવશે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને
    like, shar & comment અવશ્ય કરજો અને subscribe કરવાનુ ભુલતા જ નહી બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા નવા ભજનો,નવા સાખી તેમજ નવા થાળ સાંભળવા મળશે.સાથ સહકાર આપશો
    જય શ્રીકૃષ્ણ
    ÷÷÷÷÷÷÷÷÷÷સાખી÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
    (1) હરિ હે....મંગળવારે અંગારીકા ચોથે દાદાનું પૂજન કરીયે રે ,દાદાનું પૂજન કરીયે રે
    હાલો હાલો સિધ્ધી વિનાયક દાદાના દર્શન કરીયે રે,દાદાના દર્શન કરીયે રે
    (2) હરિ હે....ગૌરી તારા પુત્રને મધુરા સમરે મોર રે,મધુરા સમરે મોર રે
    દિવસે સમરે વાણીયોને રાતે સમરે ચોર રે,રાતે સમરે ચોર રે
    (3) હરિ હે....ગણપતિદાદા ભાગ્ય વિધાતા રૂમઝુમ કરતા આવોને, દાદા રૂમઝુમ કરતા આવોને
    રિધ્ધી સિધ્ધી ને,શુભ લાભને સાથે તેડી લાવોને, સાથે તેડી લાવોને
    (4) હરિ હે....શ્રાવણ માસે શિવજીને ભાદરવે ગણેશ રે, ભાદરવે ગણેશ રે
    આસોમાં અંબે માવડી કૃષ્ણ ભજન બારે માસ રે,કૃષ્ણ ભજન બારે માસ રે
    (5) હરિ હે...પ્રથમ નમુ ગુરુદેવને ગણપતિ લાગું પાય રે,ગણપતિ લાગું પાય રે
    સૌ સહકુંટુબ સેજે પધારો બ઼હૃમા,વિષ્ણુ મહેશ રે,બ઼હૃમા વિષ્ણુ મહેશ રે
    (6)હરિ હે....ગણપતિજીને વંદન કરતા આનંદ આનંદ થાય રે,આનંદ આનંદ થાય રે
    ભાવિકોના હૃદય કમળમાં ભકિત ભાવ ઉભરાય રે,દાદા ભકિત ભાવ ઉભરાય રે
    (7) હરિ હે....માતા જેના પાર્વતી ને પિતા શંકર દેવ રે,પિતા શંકર દેવ રે
    ધન્ય ધન્ય એ માતપિતાને જેના પુત્ર ગણેશ રે,જેના પુત્ર ગણેશ રે
    (8) હરિ હે.....પાર્વતીના પ્રાણ જ પ્યારા, ભોળા શંભુના લાડકવાયા રે,ભોળા શંભુના લાડકવાયા રે
    મુષક વાહનને તમે ધરનારા ભકતોના રખવાળા રે,ભકતોના રખવાળા રે
    (9) હરિ હે....મંગલ મૂર્તિ સ્વામી સૂંઢાળા રિધ્ધી સિધ્ધીના નાથ રે, રિધ્ધી સિધ્ધીના નાથ રે
    પ્રેમે પૂંજન કરીયે તમારા પાર્વતીના ગણપતિનું રે,પાર્વતીના ગણપતિનું રે10) હરી હે.....ખમ્મા ખમ્મા મારા ગણેશજીને ગણેશજી તો મહેર કરે,ગણેશજી તો મહેર કરે
    ગણેશજી તો મહેર કરે તો સખીયો લીલા લહેર કરે,સખીયો લીલા લહેર કરે
    (11) હરિ હે.....ભલે પધાર્યા અમારા આંગણે નરનારી સૌ નમન કરે,નરનારી સૌ નમન કરે
    ધન્ય ધન્ય દેવદૂંદાળા દર્શન કરતા દુઃખ ટળે,
    દર્શન કરતા દુઃખ ટળે
    (12) હરિ હે...ભલે પધાર્યા મારા ગણપતિ બાપા દર્શન કરતા દુઃખ ટળે,દર્શન કરતા દુઃખ ટળે
    ધન્ય ધન્ય મારા ગણપતિ બાપા નરનારી સૌ નમન કરે,દાદા નરનારી સૌ નમન કરે
    (13) હરિ હે....ઊંદરની સવારીયે આવ્યા દેવ
    દુંદાળા કહેવાયા રે,દેવ દુંદાળા કહેવાયા રે
    પ્રથમ પહેલા તમે પૂજાયા કાર્ય સિધ્ધ એનું થાતું રે,કાર્ય સિધ્ધ એનું થાતું રે
    ગણપતિ બાપા મોરીયા (2)
    મંગલ મૂર્તિ મોરીયા (2)
    મોરીયા રે બાપા મોરીયા રે (2)
    ગણપતિ બાપા મોરીયા (2)
    ગણપતિ ગજાનંદ મહારાજ કી જય

КОМЕНТАРІ • 67