Famous Bardoli Patra : દેશ-વિદેશમાં પ્રખ્યાત બારડોલીના કરકરા પાતરા કઈ રીતે બને છે?

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2024
  • #Gujarati #patrarecipe #food #foodie
    'બારડોલી તરફ છો તો એક કામ કરજો ને? પાતરાંના કેટલાંક પૅકેટ લઈ આવજો.'
    તમે બારડોલીની નજીક હોવ અને મિત્ર અથવા સંબંધીઓને ખબર પડી જાય ત્યારે આવો ફોન આવ્યો હોય એવું ઘણીવાર બન્યું હશે. બારડોલીના ફ્રાઇડ પાતરાં એટલાં પ્રખ્યાત બની ગયા છે કે હવે આ તેની ઓળખ બની ગઈ છે.
    દક્ષિણ ગુજરાતના આ શહેરમાં લોકો ખાસ તેની વાનગી ચાખવા અને ખરીદવા માટે આવતા હોય છે. એનઆરઆઈ અને પોતાના સમુદ્ધ ગામો માટે જાણીતાં બનેલાં બારડોલીનું અર્થતંત્ર કૃષિ અને ખાસ કરીને શેરડી અને શુગર મિલો પર નભે છે.
    પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં બારડોલીનાં અર્થતંત્રમાં પાતરાં ઉદ્યોગ હવે મહત્ત્વનો ભાગ ભજવે છે. દરરોજના એક હજારથી 1100 કિલોગ્રામથી વધુનાં પાતરાં ઉત્પાદન સાથે આ ઉદ્યોગ આજે બારડોલીમાં હજારો લોકોને રોજગારી આપી રહ્યો છે. ઉદ્યોગના કારણે બારડોલીને એક ઓળખ તો મળી જ છે પણ સ્થાનિક લોકોને પણ સારો એવો ફાયદો થઈ રહ્યો છે.
    અહીં બનતાં પાતરાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ જાય છે, જેને કારણે આ ઉદ્યોગ વધુ વિકસ્યો છે અને બારડોલીની અલગ ઓળખ આપવવામાં કારણભૂત પણ બન્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન કરોડો રૂપિયાના પાતરાં વેચાય છે.
    વીડિયો : રૂપેશ સોનવણે, શીતલ પટેલ, સુમિત વૈદ્ય
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
    Privacy Notice :
    www.bbc.com/gujarati/articles...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 3

  • @chetanpatel86
    @chetanpatel86 2 дні тому +2

    Bahu kadak hoy che ane bo spicy hoy che shub ke liye posible nahi he

  • @Abhikkk606
    @Abhikkk606 День тому

    Uchchhal na best patra. College road ....par chhe....bardoli karta sara chhe..