Krishna kirtan - કનૈયાની બાળ લીલાઓ (નીચે લખેલુ છે) - Satsang mandal

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #ભક્તિકીર્તનસંગ્રહ #krishnakirtan #mahilamandal #કીર્તન #newsong #સત્સંગ #gujaratisong #gujaratikirtan #satsang_world #viralsong #balgopal #krishnalife #krishnaleela #gokul #mathura
    ===== કનૈયાની બાળ લીલાઓ =====
    જેટલા રે રમકડાં મામા મોકલે
    ભાણેજ તરત રમવા બેસી જાય રે
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    પેલું રે રમકડું મામા મોકલે
    માસી પૂતના આવ્યા છે મળવા
    ઢીંગલી જાણી ઉડાડી આકાશ રે
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    બીજું રે રમકડું મામા મોકલે
    અજગર રૂપે અઘાસુર આવીયો
    પેટમાં બેસી લીધા એના પ્રાણ
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    ત્રીજું રે રમકડું મામા મોકલે
    બગલાના રૂપે બકાસુર આવીયો
    ચાંચ પકડીને કરી છે ઉભી ચીર રે
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    ચોથું રે રમકડું મામા મોકલે
    મલ ને ચારુણ આવ્યા મળવા
    પગ પકડીને લીધા એના પ્રાણ રે
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    અનેક રમકડાં મામા મોકલે
    હરખે વાલો આપે આવકાર રે
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    છેલ્લા રમકડાં સાથે રમવા
    ગોકુલ માંથી મથુરામાં જાય રે
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    કેશ રે પકડીને કહે કંસને
    દેવકીનો હું આઠમો સંતાન રે
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    મૃષ્ટિ પ્રહારથી મામો મારિયો
    ભરી સભામાં લીધા એના પ્રાણ રે
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    બાલ રે ગોપાલ ને જે કોઈ દુભાવે
    કંસ જેવી ગતિ એની થાય
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    દુરિજનથી રેજો તમે વેગડા
    રાખજો મારા વાલા સાથે હેત રે
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    માધવદાસની છે વિનતી
    રાખજો વાલા ચારણકમળની પાસ રે
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    જેટલા રે રમકડાં મામા મોકલે
    ભાણેજ તરત રમવા બેસી જાય રે
    જશોદાનો જાયો તોડી રે ફોડીને કરે કટકા
    Album: કનૈયાની બાળ લીલાઓ
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar

КОМЕНТАРІ • 17