🙏 હિંડોળો બાંધ્યો રે બાગમાં... 🌹🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં
    પ્રેમથી જુલજો હો બાંધ્યો હિંડોળો બાગમાં
    જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં...
    પેલો હિંડોળો મેં તો મથુરામાં બાંધ્યો
    ઝૂલે મારા બાલકૃષ્ણ લાલ બાંધ્યો હિંડોળો બાગમાં
    જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં...
    બીજો હિંડોળો મેં તો ડાકોરમાં બાંધ્યો
    ઝૂલે મારા રણછોડ રાય બાંધ્યો હિંડોળો બાગમાં
    જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં...
    ત્રીજો હિંડોળો મેં તો વડતાલ માં બાંધ્યો
    ઝૂલે મારા ઘનશ્યામ મહારાજ બાંધ્યો હિંડોળો બાગમાં
    જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં...
    ચોથો હિંડોળો મેં તો અયોધ્યામાં બાંધ્યો
    ઝૂલે મારા રામ લક્ષ્મણ વીર બાંધ્યો હિંડોળો બાગમાં
    જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં...
    પાંચમો હિંડોળો મેં તો શ્રીનાથજી માં બાંધ્યો
    ઝૂલે મારા શ્રીનાથજી દેવ બાંધ્યો હિંડોળો બાગમાં
    જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં...
    છઠ્ઠો હિંડોળો મેં તો ઇલોર ગઢમાં બાંધ્યો
    ઝૂલે મારા વિશ્વકર્મા દેવ બાંધ્યો હિંડોળો બાગમાં
    જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં...
    સાતમો હિંડોળો મે તો દ્વારિકામાં બાંધ્યો
    ઝૂલે મારા દ્વારિકાધીશ બાંધ્યો હિંડોળો બાગમાં
    જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં...
    આઠમો હિંડોળો મેં તો સાળંગપુરમાં બાંધ્યો
    ઝૂલે મારા કષ્ટભંજન દેવ બાંધ્યો હિંડોળો બાગમાં
    જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં...
    હૈયાના હેતથી ભક્તો જુલાવે
    પ્રેમથી જુલજો હો બાંધ્યો હિંડોળો બાગમાં
    જીણી જીણી જૂઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં...
    🙏
    Thanks

КОМЕНТАРІ • 17