સાંભળવાની મજા આવે એવું જોરદાર ભજન || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _______________ કિર્તન ________________
    દોડ્યા દોડ્યા છે દીન દયાળ રે મોરલી વાળા રે
    હે સુણ્યો સુણયો સુદામા નો સાદ પ્રાણ થકી પયારા રે
    વાલો ચાલે ચટકતી ચાલ રે કે મોજડી વીસારી રે
    હે પગે ભરાણો પાંભડી નો છેડો મુગટ ગયા ભુલી રે
    અષ્ટ પટરાણીઓ કરે છે વિચાર રે કોણ ભાગ્યશાળી રે
    હે કોનાં માટે દોડ્યા છે ભગવાન વાંસળી વિસારી રે
    ભેટ્યા ભેટ્યા ભેરુને ભગવાન રે પગ રે છાપ્યા રે
    હે એવી બાળ પણાની પ્રીત કેમ ભુલાય રે
    કોઈ લાવો ગંગાજી નાં નીર રે ચરણ પખાળુ રે
    હે કોઈ લાવો જમુના જી ના નીર સ્નાન કરાવું રે
    વાલો પહેરાવે પિતાંબર રે સુદામા ને શોભે રે
    હે પ્રભુ બેઠા સુદામા ને પાસ સુદામા ને પુછે રે
    મારા ભાભી સુશિલા નાર રે બહુ સંસ્કારી રે
    હે મને આપ્યું હશે કાંઈક ભેટ સખા મને આપો રે
    કોઈ લાવો સોનાના થાળ રે તાંદુલ છોડ્યા રે
    પ્રભુ પ્રેમે આરોગે તાંદુલ ભાવના ભુખ્યા રે
    પહેલી મુઠ્ઠી આરોગે ભગવાન રે દુખડા કાપ્યા રે
    હે બીજી મુઠ્ઠી આરોગે ઘનશ્યામ સુખ ઘણા આપ્યા રે
    ત્રીજી મુઠ્ઠી આરોગે દીના નાથ રે દાળદર કાપ્યા રે
    હે ચોથી મુઠ્ઠી આરોગે ભગવાન રૂક્ષ્મણી દોડ્યા રે
    ભલી ભલી ભેરૂ ની ભાઈબંધી કે દાસ નાં બનાવો રે
    હે કોઈ સુદામા નાં તાંદુલ ગાય રે વૈકુંઠ જાશે રે
    એમ બોલ્યાં છે સુંદર શ્યામ સુખ ઘણા થાશે રે
    દોડ્યા દોડ્યા છે દીન દયાળ રે મોરલી વાળા રે

КОМЕНТАРІ • 62