કેટલો પાગલ | Gujarati Love Song | Prahar vora | Ankit Trivedi

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • શું તમે ગુજરાતી સુગમ સંગીતના શોખીન છો ? તમને પણ ગુજરાતી સુગમ સંગીત ગમે છે ? તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. ગુજરાતી સુગમ સંગીતની દુનિયાના જાણીતા ગાયક એટલે પ્રહર વોરા. તેમને ગાયેલું આ ગુજરાતી બેસ્ટ લવ સોન્ગ સુગમ સંગીત પ્રેમી ચાહકોના હૃદયને સ્પર્શી જનારું છે. માણો આ ગુજરાતી બેસ્ટ લવ સોન્ગ અને સબસ્ક્રાઇબ કરો આ ચેનલને.
    પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
    આભમાં જોને કેટલાં વાદળ…
    એટલો પાગલ…
    ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને
    તારું નામ દીધું છે.
    ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે.
    જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો.
    ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો.
    નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે.
    આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું
    શબ્દો આગળ.
    પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
    પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો: રાતના ઊગ્યા તારા.
    દિવસ અને રાત તો તારા નામના છે વણજારા.
    ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે.
    ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે.
    સાગર, ખડક, પવન, સડક, ઝૂંપડી, મકાન…
    સૌને તારું નામ કીધું છે.
    નામ તો તારું ગીતને માટે
    સાવ કુંવારો કોરો કાગળ…
    Song/Ghazal Written By સુરેશ દલાલ (Suresh Dalal)
    More Popular Video's from Ankit Trivedi:
    સૌથી વધુ જોવાયેલો વીડિયો -Charan Kanya - bit.ly/CharanKanya
    ગુજરાતીઓ લપ કેમ કરે છે || ANKIT TRIVEDI - bit.ly/lapKemKare
    કૃષ્ણની પાંચ શ્રેષ્ઠ વાતો || Ankit Trivedi - bit.ly/BestOFKr...
    જાતને પ્રેમ કરો || માયાભાઈ આહીર - bit.ly/Mayabhai...
    જીવન એટલે શું || Bhikhudan Gadhvi - bit.ly/Bhikhuda...
    Follow Us on
    / kaviankittrivedi
    / ghazalsamrat
    / ankittrivedikavi
    Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Gzazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
    Performed By
    Gulzar Ankit Trivedi Bhoomi Trivedi Jigardan Gadhvi Kirtidan Gadhvi Jay Vasavda Kajal Oza Vaidya Purshotam Upadhyay Gauraung Vyas Parth Oza Sanjay Oza Aditya Gadhvi Yogesh Gadhvi Shaymal Saumil Munshi Arti Munshi
    #AnkitTrivedi #Gujarati #

КОМЕНТАРІ • 7