આજ તારી પ્રીતે બંધાયો ગુરુદેવ ભલે મને દુનિયા કહે છે બદનામ(નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • હું તો તારા રંગે રંગાયો ગુરુદેવ ભલે મને દુનિયા કહે છે બદનામ
    આજ તારી પ્રીતે બંધાયો ગુરુદેવ ભલે મને દુનિયા કહે છે બદનામ
    મુખડું જોઈને મને રંગ તારો લાગ્યો
    મારા જીવનમાં તો સાથ તારો માંગ્યો
    તારી સાથે જીવન જોડ્યું છે ગુરુદેવ ભલે મને દુનિયા કહે છે બદનામ
    દુનિયાના રંગ મને લાગ્યા છે જૂઠડા
    ગુરુજી પ્યારા મને લાગ્યા છો મીઠડા
    એકવાર મિલન થવા દો ગુરુદેવ ભલે મને દુનિયા કહે છે બદનામ
    જળ રે વિના જેમ ઝૂલે માછલડી
    હું રે જોઉં છું વાલા તારી વાટ લડી
    હાથ તારો જાલી લીધો છે ગુરુદેવ ભલે મને દુનિયા કહે છે બદનામ
    આજ તારી પ્રીતે બંધાયો ગુરુદેવ ભલે મને દુનિયા કહે છે બદનામ

КОМЕНТАРІ • 8