અર્જુન ગીતા (કીર્તન લખેલું નીચે છે)
Вставка
- Опубліковано 11 лют 2025
- શ્રી ગુરુ પ્રતાપે ગાઈએ, કૃપા તે સાધુ જન ,
પરિબ્રહ્મ મારો આત્મા, મારુ મન તે અર્જુન,
અર્જુન સુનો ગીતા સાર,પાંડવ માનજો નિરધાર..
અર્જુને એમ જ પૂછ્યું, કે સાંભળો વૈકુંઠરાય ,
કહો સાર ગીતા નો મને, નિજ ભક્ત નો મહિમાય .
ત્યારે શ્રી હરિ ઓચર્યા, અર્જુન ધરજો મન ,
જે સાર ગીતાનો સાંભળે, અવતાર તેનો ધન્ય .
ચૌદ લોક જે વશ માહરે, બ્રહ્માંડ કેરો ભાર ,
એ ધન્ય મારા દાસ ને, રાખે હૃદય મોઝાર .
જલ મધ્યે જેમ વસે પદ્મ, તેને સ્પર્શ નહિ લગાર ,
તે ચિહ્ન મારા ભક્ત નું, વળગે ન વિષય વિકાર .
સંસાર માં સરસો રહે, ને મન મારી પાસ ,
સંસાર માં લેપાય નહિ, તે જાણ મારો દાસ .
મુજ ભક્ત તે મુજને ભજે, હૈયે હોય હેત હંમેશ ,
તો ભક્ત તેને જાણીએ, જે કરે ન કોઈ નો દ્વેષ .
કર માંહી તુલસી, કરને તુલસી, કંઠે તુલસી હાર ,
બહુ તિલક છાપા શોભતા, મુજ ભક્તનો શણગાર .
સાચા સાધુ ને જાણે નહિ, પાખંડી પૂજે લોક ,
જે દંભ આડંબર કરે, તે જાણું સર્વે ફોક .
ઉત્તમ વર્ણ થઇ નહિ ભજે, કહીએ ચાંડાલ તેહ ,
ચાંડાલ થઇ મુજને ભજે, તે જાણ મારો દેહ .
મુજ ભક્ત કેરે કારણે, અવતાર લીધા દશ ,
હું નિરંજન નિરાકાર, મને ભક્તે કીધો વશ .
વળી વૈકુંઠ કેરે કારણે, ગયો વસવા વેન ,
રાવણ ને મારી રાજ આપ્યું, વિભીષણ રાજન .
દુર્વાસા ઋષિએ દુભવ્યો, મુજ આત્મા અંબરીશ ,
ભય ચક્ર મેલી છેદીઓ, મેં ભલી બગાડી શીખ .
બલિરાય ને મેં બાંધીઓ, દેવોની કીધી વહાર ,
પાતાળ આપ્યું રાય ને, ત્યાં હું રહ્યો છડીદાર .
ગોકુલ વિષે હું અવતર્યો, શિરે પીંછ ધારતો મોર
માખણ ખાતો ચોરી ને, જુગમાં કહેવાયો ચોર .
માં જશોદાએ બાંધીઓ, હું જોડી ઉભો હાથ ,
હું દિન થયો તે દાસ નો, જે ચૌદ ભૌવન નો નાથ .
વળી ઇન્દ્ર જયારે કોપીઓ, ત્યારે કોઈ ના આવ્યું આડ ,
ગોકુલ રાખ્યું રેલતું, ગોપી લડાવ્યા લાડ .
સોળસો સ્ત્રીઓમાં હું રમ્યો, મારો કોઈ ન જાણે ભેદ ,
મારા ભક્ત કેરે કારણે, મને કહે લંપટ વેદ .
વિરંચી વાછરડું હરિ ગયો, તે થયો મહા અધર્મ ,
હું નવા નિપજાવી લાવિયો, મારો કોઈ ના જાણે મર્મ .
મામા ને હું મળવા ગયો, ત્યાં મળી કુબજા નાર ,
થોડાક ચંદન કારણે, મેં આપ્યું રૂપ અપાર .
વળી પ્રથમ પોળે બેસતા, પરિચરે દીધી ગાળ ,
મેં મારી ને વસ્ત્રો લીધા, સોહાવિયા ગોવાળ .
વળી ત્યાંથી આગળ ચાલતા, માલણ લાવી હાર ,
મેં અર્થ સાધ્યો એહનો, આપ્યા પદારથ ચાર .
વળી માર્ગમાં નાવિક મળ્યો, ને આપ્યું દર્પણ હાથ ,
પૂર્યા મનોરથ તે તણાં, મેં રાખ્યો મારી સાથ .
સંબંધી જનને જે હણે, ચાંડાલ નો તે અંશ ,
મારા ભક્ત કેરે કારણે, મેં માર્યો મામો કંસ .
મેં સુદામાને સંતોષીયા, તાન્દુલ કણ ને કાજ ,
સંપત્તિ આપી તેહને, નવનિઘ સુદ્ધા રાજ .
એક વાર વિદુર ઘેર જઈ, આરોગ્યા ભાજી-પાન ,
મેં લાડ પાળ્યા દાસના, રાજાના તોડ્યા માન .
એકવાર જુ વન માં ગયો, ત્યાં વન હતું ઘનઘોર ,
ભાવ જોયો ભીલડી તણો, મેં ખાધા એઠા બોર .
કૌરવોનું કુળ સંહારીયુ, મેં સાર્યો તારો અર્થ ,
હું ચૌદ ભુવનનો રાજિયો, મેં હાંક્યો તારો રથ .
અમે ઘણા મળી ગોવાળિયા, રમતા ગયા મહાવન ,
બહુ ભાવ જોઈ ઋષિ નારનો, અમે જાચી લીધા અન્ન .
પ્રહલાદ-પિતાએ પજવીયો, મેં સ્તંભમાં પૂર્યો વાસ ,
તે દુષ્ટને વિદારીને, ઉગારી લીધો દાસ .
વળી ધ્રુવને દુભવીઓ, ને કાઢ્યો વનવાસ ,
તે બાળકે મને વશ કર્યો, ધન્ય ધન્ય મારો દાસ .
ચંદ્રહાસ ને હરિશ્ચંદ્ર રાય, ભક્ત મારા જેહ ,
પડી વિપત્તિ પણ નહિ વીસર્યા, મુજ મુકુટ મણિ એહ .
જયારે સુધન્વાને નાખ્યો, તાતે તેલકઢાની માંહ્ય ,
મારા દાસને ઉગારવા, હું દોડ્યો તેની પાસ .
દ્રૌપદીના પટકૂળ ખેંચીયા, હું પાસ નહિ તે કાળ ,
મારા દાસ ને વેળા પડી ત્યારે, તુરંત લીધી સંભાળ .
પાંચાલીને જયારે પરહરી, પાસે હતા પાંચ વીર ,
મેં પ્રગટ થઇ ત્યાં પુરિયા, નવસો નવાણું ચીર .
એક કોળીએ કૌતુક દીધું ને લીધું મારુ રૂપ ,
રાજાની કન્યા પરણિયો, પરદલ કોપ્યો ભૂપ .
મેં ત્યાં જઈને શું કર્યું, મુજ તેજ મૂક્યું સાર ,
પારદલનો પરાજય કર્યો, કીધી ભક્તની વહાર .
અજામિલ જે મહાપાતકી, પાપિણી ગુણકા જેહ ,
જે સ્મરણ કરતા માહરું, વૈકુંઠ પામ્યો તેહ .
ગજરાજ ને ગ્રાહે ગહ્યો, ત્યાં લીધું મારુ નામ ,
ત્યાં એક કરતા બેઉના, અર્જુન સિંધ્યા કામ .
હું ને મારા ભક્તમાં, અંતર હોય ન લગાર ,
મુજ ભક્તને નહિ ઓળખે, તે ભૂલી ભમે સંસાર .
મારા ભક્ત સુખી તો હું સુખી, દુઃખી તો દુઃખી જાણ ,
મારા ભક્તને જો કોઈ દુભવે, તો મને લાગે બાણ .
છે સ્વર્ગ-મૃત્યુ પાતાળમાં, જલથલ મહી મુજવાસ ,
સન ઇન્દ્રસુંત તુજને કહું, હું થકી વધુ અદકો દાસ .
હું યોગ યજ્ઞે નહિ મળું, નહિ તપ તીરથ કે દાન ,
અર્જુન મહિમા જાણજે, મારુ ભક્તિથી છે જ્ઞાન.
હું ભક્ત ની સંગે ફરું, મને ભક્ત નો આધાર,
અર્જુન મહિમા જાણજે, કેહતા ન આવે પાર.
હરિભક્તિ મહિમા સુણી, અર્જુન પામ્યો હરખ અપાર,
મૂર્છિત થઇ અવની પડ્યો, નેત્રે વહે જલધર.
અર્જુન ગીતા આ સાંભળે ને ગાય જે નર-નાર,
તે ભક્ત નક્કી પામશે, પદ અવિચળ નિરાધાર.
એ ભક્તિ મહિમા માહરો, કોઈથી કળ્યો ના જાય,
જેનું ભાગ્ય હોય તે અનુભવે, "ધનદાસ" ગીતા ગાય....
#Vasantben
#અર્જુન_ગીતા
#કીર્તન
#ગીતા_જયંતિ
#ગીતા_જ્ઞાન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#અરુણાબેન
#Arunaben
#Bhavnagar
#ભાવનગર
#Saurashtra
#સૌરાષ્ટ્ર