Mahavirswami Halardu - Halo Mara Nandne Re - Jain Stavan - Halardu

Поділитися
Вставка
  • Опубліковано 4 кві 2020
  • ચાલો સૌ મારા વીર પ્રભુનું જન્મ કલ્યાણક ઉજવીઅે
    🥁સ્પેશિયલ મારા વીરનું હાલરડું🥁
    💥ચૈત્ર સુદ તેરસે સવારે ૯ વાગે સુંદર હાલરડું
    લોન્ચ થશે 💥
    🥁સવારે 9 કલાકે ઘંટ, થાલી વગાડી પ઼ભુના જન્મની ઉજવણી કરી હાલરડું સાંભળીને જન્મની વધામણી કરીયે🥁
    🙏🏻ત્રિભુવનપતિ ચરમતીર્થંકર શ્રી મહાવીરસ્વામી ભગવાનનું હાલરડું🙏🏻
    mahaveerswami Halardu
    Singer: Sarvangi Sahil Savani
    Composer: Hardik Pasad
    Video: @ParamPath
    Special Thanks to Paras Gada
    🥁 ચાલો શુભ ભાવોથી પર્યુષણમાં મહાવીર જન્મ વાંચન કરતાં પણ વિશેષ મહોત્સવ કરીઅે 🎷
    #MahaveerSwami #Halardu #NewJainStavan #JainStavan
    માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે,
    ગાવે હાલો હાલો હાલરવાના ગીત,
    સોના-રુપાને વળી રતને જડિયુ પારણું
    રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    જિનજી પાર્શ્વ પ્રભુથી વરસ અઢીસે અંતરે,
    હોંશે ચોવીસમો તીર્થંકર જિન પરિમાણ,
    કેશી સ્વામી મુખથી એવી વાણી સાંભળી,
    સાચી સાચી હુઈ તે મ્હારે અમૃત વાણ
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    ચૌદે સ્વપ્ને હોવે ચક્રી કે જિનરાજ,
    વિત્યા બારે ચક્રી નહી હવે ચક્રી રાજ,
    જિનજી પાર્શ્વ પ્રભુના શ્રી કેશી ગણધાર,
    તેહને વચને જાણ્યા ચોવીસમા જિનરાજ,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    મ્હારી કુખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ,
    મ્હારી કુખે આવ્યા તારણ તરણ જહાજ,
    મ્હારી કુખે આવ્યા સંઘ તીરથની લાજ,
    હુ તો પુણ્ય પનોતી ઇંદ્રાણી થઈ આજ,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    મુજને દોહલો ઉપન્યો બેસું ગજ અંબાડીયે,
    સિંહાસન પર બેસુ ચામર છત્ર ધરાય,
    તે સહુ લક્ષણ મુજને નંદન ત્હારા તેજના,
    તે દિન સંભારુંને આનંદ અંગ ન માય,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે,
    તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ,
    નંદન જમણી જંઘે લંછન સિંહ બિરાજતો,
    મેં તો પહેલે સ્વપ્ને દીઠો વિશવાવીશ,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે,
    નંદન ભોજાઈઓના દીયર છો સુકુમાલ,
    હસશે ભોજાઈઓ કહી દીયર મારા લાડકા,
    હસસે રમશેને વળી ચૂંટી ખણશે ગાલ,
    હસશે રમશેને વળી ઠુંસા દેશે ગાલ,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છો,
    નંદન નવલા પાંચશે મામીના ભાણેજ છો,
    નંદન મામલીયાના ભાણેજા સુકુમાળ,
    હસશે હાથે ઉછાળી કહી નાહના ભાણેજા,
    આંખ્યો આંજીને વળી ટપકું કરશે ગાલ,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    નંદન મામા મામી લાવશે ટોપી આંગલા,
    રતને જડીયા ઝાલર મોતી કસબી કોર,નીલા પીળાને વળી રાતાં સર્વે જાતિનાં,
    પહેરાવશે મામી મ્હારા નંદ કિશોર,હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    નંદન મામા મામી સુખલડી બહુ લાવશે,
    નંદન ગજુવે ભરશે લાડુ મોતી ચૂર,
    નંદન મુખડ઼ાં જોઈને લેશે મામી ભામણાં,
    નંદન મામી કહેશે જીવો સુખ ભરપૂર,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    નંદન નવલા ચેડા મામાની સાતે સતી,
    મ્હારી ભત્રીજી ને બહેન તમારી નંદ,
    તે પણ ગજુવે ભરવા લાખણસાઈ લાવશે,
    તમને જોઈ જોઈ હોશે અધિકો પરમાનંદ,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘુઘરો,
    વળી સુડા મેના પોપટને ગજરાજ,
    સારસ હંસ કોયલ તીતરને વળી મોરજી,
    મામી લાવશે રમવા નંદ તમારે કાજ,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    છપ્પન કુમરી અમરી જળ કળશે નવરાવીયા,
    નંદન તમને અમને કેલી ઘરની માંહી,
    ફુલની વૃષ્ટિ કિધી યોજન એકને માંડલે,
    બહુ ચિરંજીવો આશિષ દીધી તુમને ત્યાંહી,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    તમને મેરૂગિરિ પર સુરપતિએ નવરાવીયા,
    નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય,
    મુખડ઼ા ઉપર વારું કોટી કોટી ચંદ્રમા,
    વળી તન પર વારું ગ્રહગણનો સમુદાય,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    નંદન નવલા ભણવા નિશાળે પણ મુકશુ,
    ગજપર અંબાડ઼ી બેસાડ઼ી મ્હોટે સાજ,
    પસલી ભરશું શ્રીફળ ફોફળ નાગર વેલશું,
    સુખલડી લેશું નિશાળીયાને કાજ,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    નંદન નવલા મોટા થાશોને પરણાવીશું,
    વરવહુ સરખી જોડ઼ી લાવશું રાજકુમાર
    સરખે સરખા વેવાઈ વેવણોને પધરાવશું,
    વરવહુ પોંખી લેશું જોઈ જોઈને દેદાર,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    પીયર સાસર મ્હારા બેહુ પખ નંદન ઉજળા,
    મ્હારી કુખે આવ્યા તાત પનોતા નંદ,
    મ્હારે આંગણ વુઠ્યા અમૃત દુધે મેહુલા,
    મ્હારે આંગણ ફળીયા સુરતરુ સુખના કંદ,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે
    ઈણી પરે ગાયું માતા ત્રિશલા સુતનું પારણું,
    જે કોઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજય,
    બીલીમોરા નગરે વર્ણવ્યુ વીરનું હાલરું,
    જય જય મંગલ હોજો દીપ વિજય કવિરાજ,
    હાલો હાલો હાલો હાલો મ્હારા નંદને રે

КОМЕНТАРІ • 705