જાગે છે રે જાગે છે જુગ જુગ થી બજરંગ બલી જાગે છેll કીર્તન લખેલ છે

Поділитися
Вставка
  • Опубліковано 21 кві 2024
  • જાગે છે રે જાગે છે જુગ જુગ થી બજરંગ બલી જાગે છે
    એ તો ભક્તોના સંકટ ટાળે છે...... જુગ જુગ થી
    સહુને શ્રદ્ધા છે જેના નામમાં રે
    જેના મંદિર છે ગામે ગામો મારે
    આખી દુનિયામાં ડંકો વાગે છે...... જુગ જુગ થી
    તેલ ચડાવો પ્યાલી અધપ્યાલી રે
    એને આંકડાની માળા બહુ વહાલી રે
    દેવ ઝાઝુ કસુંઈ ક્યાં માંગે છે...... જુગ જુગ થી
    દેવ હનુમાન ઘણા હેત વાળા રે
    બાબા બજરંગ દિન દયાળા રે
    એ તો પનોતીની પીડા હરનાર છે રે...... જુગ જુગથી
    ઋણ રામનું એ માથે નથી રાખતા રે
    ફળ ભક્તિ નું ઘણું ઘણું આપતા રે
    રામ રચના પ્યાલા જેને પીધા છે...... જુગ જુગ થી
    કષ્ટભંજન દેવ જેનું નામ છે રે
    સાળંગપુર તે યાત્રાના ધામ છે રે
    રોતા આવે ને હસતા જાય છે રે...... જુગ જુગ થી
    અંજનીના જાયા કપી બળવંતા
    કઠણ કળિયુગમાં પરચા પૂરનારા
    એના ચરણે નમે છે નરનારી રે...... જુગ જુગ થી
    સાત શનિવાર જે કોઈ ઉપવાસ કરે છે
    શ્રદ્ધા ભક્તિથી ભીડભંજન સમરે
    એના દુખડા નિવારે બજરંગી રે...... જુગ જુગથી
    🌹🌹🌹🌹🌹🙏 જય બજરંગ બલી🙏🌹🌹🌹🌹
    #શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
    #satsang, #દેશી કીર્તન,#shreeharisatsang #kirtan #jayshreebenbaldha #kirtan
    #satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
    #સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati

КОМЕНТАРІ • 3

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 3 місяці тому

    Sukhpur satsang Mandal na Jay shree Krishna 🎉🎉🎉❤🎉🎉🎉

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 3 місяці тому +1

    બજરંગ બલી હનુમાન ની જય. ખૂબ જ સુંદર કિર્તન બજરંગ બલી નું સંભાળાવીયુ લખીને મૂકવા બદલ આભાર સર્વે હરિભક્તોને હનુમાન જન્મોત્સવ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ સાથે રતનબેન ના રાધે રાધે 🌺🙏🌺👌🌺👍🌺🚩🌺🔱🌺