ભજન નીચે લખ્યું છે.ગણપતિ નું સુંદર ભજન કયારેય સાંભળ્યું નહીં હોય. શ્રી સખીભજન મંડળ.મીના પટેલ. વડોદરા

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • ગણપતિ નું નવું ભજન કયારેય સાંભળ્યું નહીં.નવું ભજન છે બધાને આનંદ થશે.અંત સુધી સાંભળજો.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો.હાં કયારેય subscribe ના કરી હોય તો યાદ કરીને કરી દેજો ભુલતા નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.
    જય શ્રીકૃષ્ણ
    ------------------------‌ ભજન-----------------------------
    મારા ગણપતિ એ ચુડલો ઘડાવ્યો
    રિધ્ધી સિધ્ધીના હાથમાં પહેરાવ્યો રે , રિધ્ધી સિધ્ધીનો ચુડલો
    મારા ગણપતિ એ ચુડલો ઘડાવ્યો
    ચુડલો પહેરી રિધ્ધી સખીયો ઘેર ગ્યાતા
    ચુડલો પહેરી સિધ્ધી સખીયો ઘેર ગ્યાતા
    સરખી સાહેલી એ પુછ્યું રે , રિધ્ધી સિધ્ધીનો ચુડલો
    રિધ્ધી સિધ્ધીનો ચુડલો કયારે ઘડાવ્યો
    કોણે તમને હાથમાં પહેરાવ્યો રે , રિધ્ધી સિધ્ધીનો ચુડલો
    શિવ શંકર દાદા એ ચુડલો ઘડાવ્યો
    ઉમીયા માં એ ઘુઘરી ટંકાવી રે , રિધ્ધી સિધ્ધીનો ચુડલો
    કૈલાશે ઘડાવ્યો ને સોના એ મઢાવ્યો
    સોના મોતી હિરલે ઘડાવ્યો રે , રિધ્ધી સિધ્ધીનો ચુડલો
    મારા ગણપતિ એ ચુડલો ઘડાવ્યો
    રિધ્ધી સિધ્ધીના હાથમાં પહેરાવ્યો રે, રિધ્ધી સિધ્ધીનો ચુડલો
    આરે ચુડલામાં સૂરજ ને ચંદ્ર
    નવલખ તારલા મુકાવ્યા રે , રિધ્ધી સિધ્ધી નો ચુડલો
    ગણપતિ એ અમને હાથમાં પહેરાવ્યો
    ઉમીયા માં એ ચુંદડી ઓઢાડી રે , રિધ્ધી સિધ્ધીનો ચુડલો
    આરે ચુડલો મારા હૈયાનો હાર છે
    ગણપતિ એ હોંશેથી ઘડાવ્યો રે , રિધ્ધી સિધ્ધીનો ચુડલો
    આરે ચુડલામાં આખુ બ્રહ્માંડ છે
    માતા પાર્વતીના જાયા રે , રિધ્ધી સિધ્ધીનો ચુડલો
    રિધ્ધી સિધ્ધીના ચુડલામાં જાદુ ભર્યા છે
    ચાલો ભક્તો જોવા જઈએ રે, રિધ્ધી સિધ્ધીનો ચુડલો
    મારા ગણપતિ રિધ્ધી સિધ્ધીના સ્વામી
    પ્રભુ પ્રતાપે લીલા ગા ઈ રે , રિધ્ધી સિધ્ધીનો ચુડલો
    રિધ્ધી સિધ્ધીનો ચુડલો જે કોઈ ગાશે
    તેને ઘેર ગણપતિ આવે રે , રિધ્ધી સિધ્ધી નો ચુડલો
    સાથે રિધ્ધી સિધ્ધી આવે રે , રિધ્ધી સિધ્ધી નો ચુડલો
    ગણપતિ ગજાનંદ મહારાજ કી જય

КОМЕНТАРІ • 25