#પૂનમ

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • ભજન
    આજ મારો કાનજી
    રાધા ને તેડવા જાય જો
    રાધા કે છે આજ
    નહીં કાલે તેડવા આવજો
    ડોઆજ મારો કાનજી રાધા ને તેડવા જાય જો
    પડવો તો મારે ચંડી પડવો
    બીજે તેડવા આવજો
    બીજ તો મારે ભાઈ બીજ
    તીજે તેડવા આવજો
    આજ મારો કાનજી.....
    ત્રિજ તો મારે કેવડા તીજ
    ચોથે તેડવા આવજો
    આજ મારો કાનજી......
    ચોથ મારે કરવા ચોથ
    પાંચમે તેડવા આવજો
    આજ મારો કાનજી...
    પાચમ તો મારે ઋષિ પંચમ
    છઠ્ઠે તેડવા આવજો
    આજ મારો કાનજી .....
    છઠ તો મારે રાંધણ છઠ
    સાતમે તેડવા આવજો.
    આજ મારો કાનજી...
    સાતમ તમારે શીતળા સાતમ
    આઠમ તેડવા આવજો
    આજ મારો કાનજી...
    આઠમ તો મારી ગોકુળ આઠમ
    નોમ તેડવા આવજો
    આજ મારો કાનજી.....
    નોમ તો મારે રામ નવમી
    દશમે તેડવા આવજો
    આજ મારો કાનજી....
    દશમ તો મારે દશેરા
    અગિયાર સે તેડવા આવજો
    આજ મારો કાનજી.....
    અગિયારસ મારે ભીમ અગિયારસ
    બારસે તેડવા આવજો
    આજ મારો કાનજી...
    બારસ તો મારે વાઘ બારસ
    તેરસે તેડવા આવજો
    આજ મારો કાનજી....
    તેરસ તો મારે ધનતેરસ
    ચૌદસે તેડવા આવજો
    આજ મારો કાનજી....
    ચૌદસ મારે કાળી ચૌદશ
    પૂનમે તેડવા આવજો
    આજ મારો કાનજી.....
    પૂનમે તો પૂરો ચાંદ રાસે રમવાને આવજો
    રાસે રમવા આવજો રાસ રમવા ના કોડ જો
    આજ મારો કાનજી રાધા ને તેડી લાવ્યા જો
    જશોદા તો મન હરખાયા ફૂલડે વધાવ્યા જો
    જશોદાના મન હરખાયા મોતીડે વધાવ્યા જો
    આજ મારો કાનજી રાધા ને તેડી લાવ્યા જો
    🏵️🏵️🏵️🏵️🏵️🙏🏵️🏵️🏵️🏵️🏵️
    #ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #કીર્તન #gujaratibhajan #trending #krishna #lagangeet #ગરબા
    #શાંતનુ સખી ભજન મંડળ
    #શ્રદ્ધાંજલિ ભજન
    #શિવ ભજન
    #રામ ભજન#
    #કૃષ્ણ ભજન
    #નવરાત્રી સ્પેશિયલ ગરબા
    #દિવાળી ના ભજન
    #લગ્ન ગીત

КОМЕНТАРІ • 2

  • @DharaAniyaliya
    @DharaAniyaliya 2 дні тому +1

    ખુબ સરસ ભજન ગાયું જય શ્રી કૃષ્ણ 🙏👍👌

    • @Shantanuimandal287
      @Shantanuimandal287  2 дні тому

      ખુબ ખુબ આભાર બેન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏