AAGAM VACHNA 2024-Dhuliya- DAY 3 Session 1

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Session 5
    પઢમમ્ નાણમ્, તઓ દયા
    સમય ચિંતામણી રત્ન જેવો છે. ઘણા રત્નો પત્થર સમજી અને ફેંકી દીધા.
    ઘણો સમય વેડફી દીધો છે અને પરિણામ માં અતૃપ્તિ અને અસંતોષ જ મળ્યા છે
    જ્ઞાનાસ્ય ફલમ રુચિ - સમ્યક દર્શન. પેલું ચરણ
    જ્ઞાનાસ્ય ફલમ વિરતિ- સમ્યક ચારિત્ર. બીજુ ચરણ
    રુચિ થી અટકી નથી જવાનું
    ભગવાન મને અંધારાનું ડર નથી પણ જે મને અંધારા માં રાખ્યો છે એનો ડર છે. અંધારો એટલે અજ્ઞાન
    ભગવાન મને દુર્જનો નું ડર નથી. મારા માં રહેલું દુર્જનતા નું ડર છે
    જ્ઞાન નું ફળ સમ્યક્ત્વ ને મળે, મિથ્યાત્વ ને ન મળે
    રુચિ થોડી પ્રકાર ની છે, વિરતિ અબજો પ્રકાર ની છે
    પાપ ને છોડવા હોય તો કરોડો ભી નહિ, અબજો રસ્તા છે. Ex: પેલા ગરાક સાથે ઝૂઠ નહિ બોલું, પકડેલા પેલા માછલાં ને છોડી દઈશ
    નાના નાના વિરતિ માં આગળ નહિ વધશુ, તો રુચિ પણ ખતમ થઈ જશે
    જ્ઞાન ના ફળ માટે:
    1. આત્મ નિરીક્ષણ:
    હું ક્યાં છું? હું કોણ છું? મારે શું કરવાનું છે? મુનિ ભગવંતો માટે પગામ સજ્જાય માં આ રોજ યાદ કરી અને નિરીક્ષણ કરવાનું છે.
    2. હું એ જ વિચારો કરીશ જે કરવા જેવા છે
    3. જે સારા વિચારો કરીશ એને પ્રામાણિક પણે અમલ કરતો રહીશ
    4. પરિણામ નું વિચાર કરવાનો
    કર્તવ્ય ની વેદી પર વાસના નું બલિદાન આપે એ જ શાસન માં આગળ વધી શકે
    ધર્મ કે5લો કર્યો એને બદલે કેવી રીતે કર્યો એ તપાસતા રહેજો
    પેલા જ્ઞાન પછી દયા (રક્ષા). બંધ જ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી પોતાના અઘ્યવસાય ની રક્ષા કેટલી કરીએ છીએ?
    જે પોતાની આત્મા ને બચાવે (રક્ષા કરે દુષ્કર્મ થી) એ જ બીજા નું સાચી રીતે દયા કરી શકે
    અનીતિ થી સંપત્તિ નું પુણ્ય ઉભો કરે એને ભવિષ્ય મા સંપત્તિ નું પુણ્ય નું બંધ ન થાય
    જ્ઞાન ત્રણ પ્રકાર ના -
    શ્રુત જ્ઞાન શેરડી ના સાંઠા જેવુ,
    ચિંતા જ્ઞાન શેરડી થી નીકળેલું રસ અને
    ભાવના જ્ઞાન એ રસ નું સેવન અને આસ્વાદન
    અનુભવ (ભાવના) જ્ઞાન દુનિયા ના બધા તર્ક સામે ટકી રહે છે. ભાવના જ્ઞાન ના ચાર ઈનામ - સાધના, સમાધિ, સમર્પણ અને સદ્બુદ્ધિ
    જ્ઞાન અને રુચિ ના ક્ષેત્ર માં આ ત્રણ
    બહુલતા થી સાત્વિકતા થી માર્મિકતા થી ધાર્મિકતા તરફ સાધક ને આગળ વધવાનું છે.

КОМЕНТАРІ •