AAGAM VACHNA 2024 Dhuliya- DAY 2 Session- 2

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • Session 4
    કાલે કાલમ સમાયરે - જે સમયે જે કામ કરવાનું છે એ જ કરવાનું
    જીવન ની અને દ્ર્ઢ સાર્થકતા માટે બે વિકલ્પ
    1. ભગવાન તું અને બીજા જે પણ મને આપે છે એને હું શ્રેષ્ઠ જ માનીશ. સમાધિ માટે આ જરૂર છે.
    2. મારા તરફ થી પણ હું જે તને અને બીજા બધાને આપીશ એ શ્રેષ્ઠ જ આપીશ. સાધના માટે આ જરૂર છે
    પરિસ્થિતિ માં ફેરફાર કરવાની છૂટ છે, સંક્લેશ ની છૂટ નથી પેલું વિકલ્પ ટકાવવા માટે.
    નરક ગતિ દુઃખ પ્રધાન છે
    દેવ ગતિ સુખ પ્રધાન છે
    તિરિયચ ગતિ પરાધીન પ્રધાન છે
    મનુષ્ય ગતિ એક જ વિવેક પ્રધાન છે. સારું રાખી દે અને નબળુ છોડી દે એ વિવેક ની સરળ ઓળખાણ
    જ્યારે પાપ કરવા માં સીમા નક્કી નથી કરતા, તો દુઃખ સહન કરવામાં સીમા કેમ નક્કી કરીએ?
    45 આગમ માં બધા સૂચનો સ્વ માટે જ છે, બીજા એ, સામે વાળા એ શું કરવાનું એની વાત એક પણ નથી.
    ચાર દૃષ્ટિ સાધના માટે:
    1. ભૂપ દૃષ્ટિ: રાજા જે રીતે ઉદાર હોય, એવી રીતે આપણે બધા ને પ્રેમ જ કરવાનું છે, રાજા ની જેમ સમ દૃષ્ટિ.
    ઉપકારી પ્રત્યે 100 ટકા પ્રેમ ની જ દૃષ્ટિ
    સહકારી પ્રત્યે?
    અપકારી પ્રત્યે?
    બધાને સારું જ આપતો રહું, એ ભૂપ દૃષ્ટિ
    2. ચુપ દૃષ્ટિ: પ્રતિકૂળતા માં ફરિયાદ નહિ. વચન માં પ્રકટ થતી ફરિયાદ એ મન માં અસમાધિ છે એનું સૂચક છે. મન માં ભલે વિચાર આવે, વચન બળ તો ન આપો.
    જળ પદાર્થો પ્રત્યે analysis અને postmortem નહિ કરવું એજ સાચું મૌન છે - જ્ઞાનસાર
    જે ફરિયાદ જ કરતો રહે એ પૂજ્ય તો નથી બનતો, પ્રિય પણ નથી બનતો.
    બધા પાસે થી મને સારું જ મળે છે એવી સોચ અને વ્યવહાર એ જ ચુપ દૃષ્ટિ
    3. ધૂપ દ્રષ્ટિ:
    મારા જીવન માં ગુણો ની સ્થાપના એ ધૂપ દૃષ્ટિ લઈ આવે.
    તમારી અનુપસ્થિતિ માં પણ તમારા વખાણ થાય
    4. કૂપ દૃષ્ટિ:
    કુવા નો છાયડો કુવા માં જ પડે, એવી રીતે પોતાના પરિવાર ની નબળી વાત, દુઃખ ની વાત બાહર ન કરે
    અવગણના, અપમાન અને અન્યાય માં થી કોઈ ભી પરિવાર ને પસાર થવું જ પડે અને એની વચ્ચે સંપ અને સમાધિ ટકાવી લે એ જ પરિવાર આગળ વધી શકે
    ન્યાય ની લડાઈ માં સફળતા ભલે મળે, સાર્થકતા ઘુમાવી દેવી પડશે
    સત્ય દરેક ને સમજાય છે, સાચા સમયે નથી સમજાતું
    કુટુંબ માં ક્યારે પણ કોઈ ને એકલા પાડી દેવાની ભૂલ નહિ કરતા
    મન પરિવર્તનશીલ છે. નબળા વિચાર ને તરત અમલ માં મુકવા નહિ, સારા વિચાર નું વિલંબ કરવું નહિ. મન થોડા જ સમય માં બદલાઈ જશે
    એકઠું કર્યું એ બધું જ અંધકાર, વેચ્યું એ બધું જ પ્રકાશ
    સમય આપણાં પાસે કેટલું છે એ આપણે ખબર જ નથી. એક પણ સમય નું પ્રમાદ કરાય જ નહિ

КОМЕНТАРІ •