મારા ભારતની ભૂમિ મહાન રે શિવ તમે જાગો ને...|| દેવું બાના ભજન-કિર્તન ||

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • નમસ્તે,
    મારા ભારતની ભૂમિ મહાન રે શિવ તમે જાગો ને...આખું કીર્તન
    આ કીર્તન તમને ગમ્યું હોય તો આ કીર્તન ને
    લાઈક,શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહી
    જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને
    Subscribe કરવાનું ભૂલતા નહીં
    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ભારતની ભૂમિ મહાન રે શિવ તમે જાગોને, કણ કણ માં છે ભગવાન રે શિવ તમે જાગીને ,
    અસૂરોનો કરવા સંહાર રે શિવ તમે જાગોને ,
    ભક્તો ની રાખવા લાજ રે શિવ તમે જાગો ને
    ભારત માં શિવ આવ્યાને ઋષિ મુનિ ને કાજ,
    ભક્તો ના જેવા કામ કર્યાં, એવા જુદા જુદા ધર્યા નામ રે
    શિવ તમે જાગોને.
    મારી ભારતની ભૂમિ મહાન રે ..શિવ તમે જાગોને,
    માતા ની પિતા નથી ને નથી બાંધવ નથી બેન,
    ગળામાં વિષ એને ધર્યુ તોય અજર અમર અવિનાશ રે… શિવ તમે જાગોને.
    સોમનાથમાં શિવ આવ્યાને ઋષિ મુનિ ને કાજ,
    ચંદ્રનો ક્ષય રોગ મટાડયો શિવે કીધો સોમનાથમાં વાસ રે... શિવ તમે જાગોને.
    શૈલ પર્વત પર શિવ આવ્યા અર્જુનજીને કાજ,
    અર્જુન સાથે યુદ્ધ કર્યા, મલિકાર્જુન ધર્યું નામ રે... શિવ તમે જાગોને.
    ઉજ્જૈનમાં શિવ આવ્યાને રામ શિવસેનાની પાસ,
    શ્રીકૃષ્ણ ચીતામણી આવ્યો ત્યાં મહાકાલ ઘર્યું નામ રે... શિવ તમે જાગોને.
    વિંધ્યા પર્વત પર શિવ આવ્યાને અગત્સ ઋષિને કાજ,
    રાજા માંધાતાને દર્શન દીધા ત્યા મમલેશ્વર ધર્યુ નામ રે... શિવ તમે જોગોને.
    શિવને લંકામાં લાવવાને રાવણે કર્યા વિચાર,
    કૈલાશ જઈ તય કર્યું શિવે આપી દીધું વરદાન રે... શિવ તમે જાગોને.
    શિવે વરદાન આપ્યુને દેવોને ચિંતા થાય,
    ગણેશને જઈ જગાડીયા પડયા તમ સરીમા કામ રે... શિવ તમે જાગોને.
    શિવલીંગ લઇ રાવણ આવ્યોને રસ્તામાં ઊભા ગણેશ,
    શિવલીંગ નીચે મૂક્યું ત્યાં વૈજનાથ ઘર્યું નામ રે... શિવ તમે જાગોને.
    તાડકાસૂરને મારવા ને શિવ આવ્યા ભીમા નદીને કાંઠે,
    ભીમસુરને માર્યા ત્યાં ભીમાસૂર ધર્યું નામ રે... શિવ તમે જાગોને.
    કૈલાશ માંથી લાવ્યાને હનુમાન શિવનું લીંગ,
    રામજીએ સ્થાપના કરી ત્યાં રામેશ્વર ધર્યું નામ રે ..... શિવ તમે જાગોને.
    સતી એ વરદાન આપ્યું ને દારૂક બન્યો બેફામ,
    રાજા વિરસેન ને દર્શન દીધા ત્યાં નાગેશ્વર ઘર્યું નામ રે... શિવ તમે જાગોને.
    દેવી દાસે તપ કર્યું ને કાશીને મોજાર,
    વિશ્વને વિશ્વનું ધન આપ્યું ત્યાં વિશ્વેશ્વર ધર્યું નામ રે... શિવ તમે જાગોને.
    ગૌતમ રૂષિ એ તપ કર્યુ ત્યાં આવ્યા છે સદાશીવ,
    ગૌહત્યા નું પાપ ટાળ્યું ત્યાં ત્રાંબેકેશ્વર ધર્યું નામ રે... શિવ તમે જાગોને.
    હિમાલયમાં શિવ આવ્યાને નર નારાયણ ને કાજ,
    ઈન્દ્ર નું અભિમાન ઉતાર્યું ત્યાં કેદારનાથ ધર્યું નામ રે... શિવ તમે જાગોને.
    સોગઠાં બાજી શિવ રમીયાને સતી ને કરાવી હાર,
    શિવ ને રીસ ચડી શિવ આવ્યા છે પરલી ગામ રે... શિવ તમે જાગોને .
    સતી ચાલ્યા શિવને શોધવાને પરલી ગામની પાસ ,
    ખાવાના દાણા ક્યાય મળતા નથી સતીએ લીધું ભીલડી નુ રૂપ રે... શિવ તમે જાગોને.
    ભીલડીને જોઈ શિવ જાગ્યાને જાલ્પો સતીનો હાથ,
    દુદુંભી વાજા વાગ્યા ત્યાં પુષ્પો ની વૃષ્ટિ થાય રે... શિવ તમે જાગોને.
    ધુષમાં મા બાળને બચાવવા શિવ આવ્યા સુદેહની પાસ,
    ધૂષમાં ના બાળને બચાવ્યા ત્યાં ધૂશ્મેશ્વર ધર્યા નામ રે... શિવ તમે જાગોને.
    બાર જ્યોતિર્લીંગ નો મહિમા જે કોઈ ગાય નર નાર,
    સવાર સાંજ સ્મરણ કરે સાત જન્મો ના પાપ બળી જાય રે... શિવ તમે જાગોને.

КОМЕНТАРІ •