ઉજાસ ભણી|ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન|શૈલેષ રાઠોડ|દંતાલી પ્રાથમિક શાળા

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • પ્રાથમિક શાળા દંતાલી ખાતે ઉજાસ ભણી અંતર્ગત "સેમિનાર યોજાયો
    એડોલેસન એજ્યુકેશન પ્રોગ્રામ અન્વયે ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે કાર્યરત સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામના ભાગરૂપે ઉજાશ ભણી અંતર્ગત વસો તાલુકાના દંતાલી સ્થિત પ્રાથમિક ગુજરાતી શાળા ખાતે સેમિનાર યોજાયો હતો.
    આ કાર્યક્રમ અંતર્ગત ભાવનાત્મક અને માનસિક આરોગ્ય અને ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન વિષય ઉપર તજજ્ઞ શિક્ષણવિદ શૈલેષ રાઠોડ અને ડૉ.પ્રીતિ રાઠોડે ઉદાહરણ સાથે વક્તવ્ય આપ્યું હતું.જેમાં બાળકો સમક્ષ બન્ને તજજ્ઞોએ દ્રષ્ટાંત કથન,પરસ્પર સંવાદ,સુષુપ્ત શક્તિ ઓળખ અને પ્રશ્નોત્તરી દ્વારા સુંદર સમજ આપી હતી.
    ડૉ. પ્રીતિબેન રાઠોડે બાળકોમાં વિવિધ ગુણોના વિકાસ,મનને તંદુરસ્ત રાખવાના ઉપાયોની વિષદ સમજ આપી હતી. શૈલેષ રાઠોડે ઈન્ટરનેટની શોધ થી લઈ ભારત અને ગુજરાતમાં પ્રસાર તેમજ તેના ફાયદા, ગેરફાયદા અને સ્કેમની વિસ્તૃત માહિતી આપી હતી.
    શાળાના આચાર્ય મેરીબેન પીટરે તજજ્ઞનો આભાર માની બાળકોને મૂલ્યો જાળવવા અને ઇન્ટરનેટ-સોશિયલ મીડિયાના યથાર્થ ઉપયોગની પ્રતિજ્ઞા લેવડાવી હતી.આ સેમિનારમાં ધો.6 થી 8ના 154 બાળકોએ ભાગ લીધો હતો
    #motivation #shaileshrathod #internet #online #nadiad #studymotivation #mobile #viral #svs

КОМЕНТАРІ •