Ganga Ji Ni Utpatti | ગંગાજી ની ઉત્પત્તિ | Latest Gujarati Bhajan | Jayaben Rajawadha Na Bhajan

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • ગીત ના બોલ.
    ગંગાજી ની ઉત્પત્તિ સાંભળો રે
    ગાઓ ગંગાજી ના ગુણ મારા વ્હાલા
    સગર રાજાએ યજ્ઞ આદર્યો રે
    ઇન્દ્ર ને ચિંતા થાય મારા વ્હાલા
    અશ્વ ને છૂટો મેલીયો રે
    એને ઇન્દ્ર પકડી જાય મારા વ્હાલા
    કપિલ મુનિ ના આશ્રમે રે
    અશ્વ ને બાંધ્યો ત્યાંય મારા વ્હાલા
    સાઠ હજાર પુત્ર દોડીયા રે
    એ તો અશ્વ ને શોધવા જાય મારા વ્હાલા
    આવ્યા કપિલ મુનિ ના આશ્રમે રે
    અશ્વ ને દીઠો ત્યાંય મારા વ્હાલા
    સાહીઠ હજાર ક્રોધે ભર્યા રે
    ઋષિ ની સમાધિ છૂટી જાય મારા વ્હાલા
    કપિલ મુનિ એ નેત્ર ખોલીયા રે
    સાહીઠ હજાર ભસ્મ થાય મારા વ્હાલા
    રાય ઋષિ ને વિનવે રે
    તમે કઈક બતાવો ઉપાય મારા વ્હાલા
    અસુર ગતિને પામીયા રે
    એ તો રણ માં પ્રેત થાય મારા વ્હાલા
    સ્વર્ગ થી ગંગાજી કોઈ લાવશે રે
    તારા પિતૃ ને તૃપ્તિ થાય મારા વ્હાલા
    અંશુમનએ વન માં જઈ તપ કર્યાં રે
    ના રિઝ્યા ગંગા માત મારા વ્હાલા
    ત્રણ ત્રણ પેઢીએ તપ ઘણાં કર્યાં રે
    ના રિઝ્યા ગંગા માત મારા વ્હાલા
    ત્રીજી પેઢીએ ભગીરથ થયા રે
    એણે કઠણ કર્યા તપ મારા વ્હાલા
    ભગીરથે શિવને આરાધિયા રે
    રિઝ્યા છે ઉમિયાના નાથ મારા વ્હાલા
    પિતૃ તૃપ્તિ ને કારણે રે
    તમે આવો ને ગંગા માત મારા વ્હાલા
    વિષ્ણુદેવ તમને આપશે રે
    તમે ધરો વિષ્ણુ નું નામ મારા વ્હાલા
    ભગીરથે બે કર જોડિયા રે
    રિઝ્યા છે લક્ષ્મી ના નાથ મારા વ્હાલા
    પિતૃ તૃપ્તિ ને કારણે રે
    તમે આપો ને ગંગા માત મારા વ્હાલા
    ગંગા કહે હું તો ઉતરું રે
    પણ પૃથ્વી પાતાળ માં જાય મારા વ્હાલા
    તમને જીલનાર કોઈ મળશે રે
    તમે આવો પૃથ્વી ની માય મારા વ્હાલા
    ભોળાનાથ કહે અમે જીલશું રે
    જીલશું જટાની માય મારા વ્હાલા
    ત્યારે ગંગા ને ગર્વ થયો રે
    સમાણા જટાની માય મારા વ્હાલા
    જટા માં ગંગાજી મુંજાઇ ગયા રે
    અટવાણા જટાની માય મારા વ્હાલા
    ભગીરથે બે કર જોડિયા રે
    તમે છોડો ને ગંગા માત મારા વ્હાલા
    ગંગાજી નો ગર્વ ઉતાર્યો રે
    છોડી છે એક લટ મારા વ્હાલા
    ખળ ખળ જળ વહેતા થયા રે
    નીકળી છે ત્રણ ત્રણ ધાર મારા વ્હાલા
    આગળ ભગીરથ ચાલીયા રે
    પાછળ ગંગા માત મારા વ્હાલા
    ભૃગુઋષિ નો અશ્રમ આવિયો રે
    તમે ખસો ને ઋષિરાય મારા વ્હાલા
    ભગીરથ ને ગર્વ ત્યાં થયો રે
    ઋષિ આચમન કરી ને પી જાય મારા વ્હાલા
    ભગીરથે બે કર જોડિયા રે
    તમે આપો ને ગંગા માત મારા વ્હાલા
    સાથળ માંથી પ્રગટ થયા રે
    તર્યા છે પિતૃ તમામ રે મારા વ્હાલા
    પેઢીયું ને પેઢીયું તમે તારીયું રે
    વિમાને બેસીને જાય મારા વ્હાલા
    ધન્ય ભગીરથ રાજીયા રે
    તમે લાવ્યા છો ગંગા માત મારા વ્હાલા
    ઋષિકેશ થી રજા લઈ પ્રયાગ ગયા રે
    સમાણા દરિયા માંય મારા વ્હાલા
    ગંગા ઉત્પત્તિ જે કોઈ સાંભળે રે
    એના પિતૃ ની તૃપ્તિ થાય મારા વ્હાલા
    ગાય શીખે ને સાંભળે રે
    એતો નિત્ય ગંગાજી માં નહાય મારા વ્હાલા
    Like. Comment. Share. Subscribe.
    #GangajiNiUtpatti #GujaratiBhajan #PopularBhajan #JayabenRajawadha #Jayaben #JayabenNabBhajan #GangaMaa #GangaNadi #GangaRiver

КОМЕНТАРІ • 89