EK JINDAGI ANEK ROOP - GAJANAND TRIVEDI (એક જીંદગી અનેક રૂપ - ગજાનંદ ત્રિવેદી) TRILOK MEHTA
Вставка
- Опубліковано 10 лют 2025
- વિદ્યાભારતી ફાઉન્ડેશનના ઉપક્રમે સ્વ. શ્રી ગજાનંદ ત્રિવેદીના પુસ્તક ‘એક જીંદગી, અનેક રૂપ’ નું લોકાર્પણ તા. ૨૭-૦૪-૨૦૨૪નાં રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કવિ શ્રી માધવ રામાનુજ, ડો. શ્રી વિદ્યુત જોશી, શ્રી દિપક અંતાણીની વિશેષ ઉપસ્થિતિ હતી. પુસ્તક લોકાર્પણ બાદ ગુજરાતના લોકભોગ્ય કવિઓનો કાવ્ય પાઠ હતો. જેમાં કવિ શ્રી ભાવેશ ભટ્ટ, કવિ શ્રી ભાવિન ગોપાણી, કવિ શ્રી ભરત ભટ્ટ’પવન’, કવિ શ્રી ત્રિલોક મહેતા, કવિ શ્રી બ્રિજ પાઠક તેમજ એક ઉગતા અને આશાસ્પદ કવિ શ્રી યથાર્થ ત્રિવેદીએ તેમની નવોદિત રચનાઓનો કાવ્ય પાઠ કર્યો હતો. પુસ્તકનું પ્રકાશન ઝેડકેડ પબ્લીકેશન દ્વારા કરવામાં આવ્યું છે. શ્રી વિદ્યુત જોશી એ કહ્યું હતું કે આ માત્ર ૪૬ ચુનંદા લેખોનો સંગ્રહ નથી પરંતુ દરેક લેખમાં એક નાટક, ફિલ્મની સ્ક્રીપ્ટ સમાયેલ છે. કવિ શ્રી માધવ રામાનુજે કહ્યું કે તેમના બધાંજ લેખોને પ્રકાશિત કરવા જોઈએ. કાર્યક્રમમાં સ્વ. શ્રી ગજાનંદ ત્રિવેદીના જીવન અને વ્યક્તિત્વના વિવિધ પાસાઓની અને પ્રદાનની ચર્ચાઓ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં માનવ અધિકાર પંચ, ગુજરાતના ચેરપર્સન શ્રી કૌશલ ઠાકર તેમજ જાણીતા લેખક મહેશ યાજ્ઞિક, અને હિતેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન પરેશ ત્રિવેદી અને હરેશ ત્રિવેદીએ કર્યું હતું.
#ZCADGROUP #ZCADPUBLICATION #bookreview #booklover #booklaunch @zcadgroup