જેઠ મહિનાની એકાદશી ભીમઅગિયારશ પરણે પરણે ભીમસેનને નાગકન્યા ભીમ અગિયારસ ના ગીત

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • જેઠ મહિનાની એકાદશી ભીમઅગિયારશ પરણે પરણે ભીમસેનને નાગકન્યા ભીમ અગિયારસ ના ગીત
    #જેઠ_મહિનાની_એકાદશી #ભીમ_અગિયારશ #પરણે_પરણે_ભીમસેનને_નાગકન્યા #ભીમ_અગિયારસ_ના_ગીત
    my quarries
    #જેઠમહિનાનીએકાદશી
    #ભીમઅગિયારશ #પરણેપરણેભીમસેનનેનાગકન્યા #ભીમઅગિયારસનાગીત
    #bhimagiyarash_na_geet
    #bhimagiyarash_nu_gujarati_geet
    #bhimagiyarshsong
    #ગુજરાતી_ગીત #ગુજરાતી_કીર્તન #ગુજરાતી_ભજન
    #ગુજરાતી_સત્સંગ
    #ભીમ_અગિયારસ_ના_સુંદર_ગીત
    🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
    જેઠ મહિનાની એકાદશી
    એકાદશી ભીમે કરી રે
    જેઠ મહિનાની એકાદશી
    બારસે બહુ ભૂખ લાગી
    કુંતા માતા ભોજન આપો રે
    જેઠ મહિનાની એકાદશી
    ભોજન નથી થયા તૈયાર
    જરા રહીને આવજો રે
    જેઠ મહિનાની એકાદશી
    એટલામાં ગયા કાકાને ઘેર
    ઝેરના લાડુ જમી આવ્યા રે
    જેઠ મહિનાની એકાદશી
    જઈને પધરાવ્યા જમુનામાં એ
    સાતમે પાતાળ ગયા રે
    જેઠ મહિનાની એકાદશી
    પાતાળમાં નાગદેવને એક કન્યા
    શિવજીનું વ્રત કરે રે
    જેઠ મહિનાની એકાદશી
    હાથમાં બીલીપત્ર ને ચોખા
    શિવજીને પૂજવા ચાલી રે
    જેઠ મહિનાની એકાદશી
    માંગ માંગ માંગતે હું આપું
    આજે હું પ્રસન્ન થયો રે
    જેઠ મહિનાની એકાદશી
    આજે હું એટલું માંગું
    સ્વામી મારા અહીંયા મળે રે
    જેઠ મહિનાની એકાદશી
    જઈને ડેલી પછવાડે જોજો
    સ્વામી તારા ત્યાં મળે રે
    જેઠ મહિનાની એકાદશી
    શિવજીએ વરદાન કેવું આપ્યું
    સ્વામી મારા ચરણ પામ્યા રે
    જેઠ મહિનાની એકાદશી
    નાગ દેવે અંજલી ઉપર છાંટી
    ભીમસેન બેઠા ત્યારે રે
    જેઠ મહિનાની એકાદશી
    પરણે પરણે ભીમસેનને નાગકન્યા
    શિવજીનું વ્રત ફળિયું રે
    જેઠ મહિનાની એકાદશી
    પરણે પરણે છઠ્ઠને છ માસે
    નવ માસે કુવર પ્રગટ્યા રે
    જેઠ મહિનાની એકાદશી
    એનું નામ ધરાવ્યું અંબરીશ
    નામ એનું અમર રહ્યુ રે
    જેઠ મહિનાની એકાદશી
    એકાદશી ભીમેં કરી રે
    જેઠ મહિનાની એકાદશી
    🌴🌴🌴નાગપુર સત્સંગ મંડળના 🌴🌴🌴
    🌿🌿🌿આપ સૌને જય શ્રી કૃષ્ણ🌿🌿🌿

КОМЕНТАРІ • 3