ઝુલો ઝુલો જશોદા નાં બાળ ક્રિષ્ન ઝુલે પારણીયે || હિંડોળા કિર્તન લખેલું છે || ગણેશા કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો
    ---_________________ કિર્તન ____________________
    ઝુલો ઝુલો જશોદાના બાળ કૃષ્ણ જુલે પારણીયા
    કાન ઝૂલે ઝુલાવવાની હોશ ઘણી
    ગોપી જુલાવે ઘણી ખમ્મા કરી
    ગોપી ગાય અને કૃષ્ણ રાજી થાય ક્રિષ્ન ઝૂલે પારણીયે
    કાન ચાલે તો કુમકુમની પગલી પડે
    કાન બોલે તો મુખમાંથી ફુલડા જરે
    કાન દહીં અને દૂધે થી નાય કૃષ્ણ ઝૂલે પારણિયે
    ઝુલો ઝુલો કૌશલ્યા ના બાળ રામ જુલે પારણીયા
    રામ ઝૂલે ઝુલાવવાની હોશ ઘણી
    માતા ઝુલાવવાની હોશ ઘણી
    માતા ગાય અને રામ રાજી થાય રામ જુલે પારણીયે
    રામ ચાલે તો કુમકુમની પગલી પડે
    રામ બોલે તો મુખમાંથી મોતી જરે
    રામ ઘીના ઘડુલીએ નાય શ્રી રામ જુલે પારણીયા
    ઝુલો જુલો પાર્વતીના બાળ ગણેશ જુલે પારણીયા
    ગણેશ ઝૂલે ઝુલાવવાની હોશ ઘણી
    ભકતો ઝુલાવે ઘણી ખમ્મા કરે
    ભક્તો ગાય અને ગણેશ રાજી થાય ગણેશ ઝૂલે પારણીયે
    ગણેશ બોલે તો મુખમાંથી ફૂલડા જરે
    ગણેશ હાલે તો કુમકુમની પગલી પડે
    ગણેશ પંચામૃતથી નાય ગણેશ ઝુલે પારણિયે
    ઝુલો જુલો જશોદાના બાળ કૃષ્ણ જુલે પારણીયે

КОМЕНТАРІ • 4