યુદ્ધમાં અર્જુન ને એના સગપણ આડા આવે (નીચે લખેલું છે) - Krishna Arjuna - Gujarati Bhajan 2023

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • #mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #satsang_world #viralsong #krishnabhajan2023 #krishnabhajan #krishnaarjunsanwaand #krishnaarjuna
    ======= યુદ્ધમાં અર્જુન ને એના સગપણ આડા આવે ======
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    સગપણ આડા આવે અર્જુનને મનડાં ને મુંજાવે રે
    કુરુક્ષેત્રમાં કૃષ્ણ અર્જુનના
    રથને મધ્યમાં લાવે રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    કોને મારુને ક્યાં બાણ ચલાવું
    મારી સમજમાં નો આવે રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    અર્જુન કહે છે મારા સગાને મારુ તો
    મને પાપથી કોણ બચાવે રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    રુધિર ભરેલો દુર્યોધનનો વૈભવ
    મારે ભોગવીને શું કરવું રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    કોઈ કોઈનું કોઈ સગું નથી રે
    એવું શ્યામ સુંદર સમજાવે રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    આવી કાયરતા તું ક્યાંથી રે લાવ્યો
    તારી કીર્તિને કલંક લગાડે રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    તારા તે બળને સૌ કોઈ જાણે
    હું શૂરવીરને શું સમજાવું રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    કોણ મરેને કોણ રે જન્મે
    અહીંયા કોણ આવે ને જાયે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    આતમ તત્વ અમર છે અર્જુન
    શ્યામ સુંદર સમજાવે રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    અગ્નિનો બાળ એને પવન નો સૂકવે
    એને પાણી નવ પલાળે રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    ભેદ બ્રહ્માંડનો વૈરાગ્યના રૂપમાં
    એને દાસ જાણીને દર્શાવે રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    ગીતાનું જ્ઞાન દીધું અર્જુનને
    અર્જુન હાથમાં ધનુષ લઈને હાલ્યા રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    પુરોષત્તમના પ્રભુજી પોતે
    ભારતમાં ભારત રચાવે
    પછી વિજયની ધ્વાજા લહેરાવે રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    યુદ્ધમાં અર્જુનજીને એના સગપણ આડા આવે રે
    સગપણ આડા આવે અર્જુનને મનડાં ને મુંજાવે રે
    Album: યુદ્ધમાં અર્જુન ને એના સગપણ આડા આવે
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar

КОМЕНТАРІ • 20

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 10 місяців тому +1

    જય ભોળાનાથ ખુબ સરસ કીર્તન કાયમ ગાય આનંદ થાયછે

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 місяців тому

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
      જય ભોલેનાથ 🙏🙏

  • @NimiPatel-wm8em
    @NimiPatel-wm8em Рік тому +3

    આપની વાણીમાં સાક્ષાત સરસ્વતી માં બિરાજમાન છે

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Рік тому

      Thank🙏🙏🙏🙏સાંભળવા બદલ ધન્યવાદ 🙏🙏🙏🙏🥰🥰

  • @Kantibhaithumbar
    @Kantibhaithumbar Рік тому

    Bhavna thumbar🎉🎉

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 Рік тому

    Wah khub saras gayu🥰🥰

  • @HanshabenDobariya
    @HanshabenDobariya Рік тому

    Khubaj saras

  • @bkthumar5484
    @bkthumar5484 Рік тому +2

    ગુડ👌👌👌👌👌💐💐💐💐💐

  • @devangidhunofficial
    @devangidhunofficial 6 місяців тому

    🙏🙏👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 місяців тому

      જય શ્રી કૃષ્ણ માતાજી🙏🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏🌺

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 9 днів тому

    ❤Vary nice

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 днів тому

      જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ નીરૂબેન 🙏 રોજ કૉમેન્ટ રૂપી આશીર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે ખૂબ આભાર
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊
      સત્સંગમા તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️

  • @RaaChudasama-wn7rl
    @RaaChudasama-wn7rl 10 місяців тому

    ખુબ ખુબ સરસ😊🙏 રશિલાબેન સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 місяців тому

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 Рік тому +2

    વાહ રસીલાબેન તમારો કંઠ બહુ જ સરસ છે ભગવાન તમને કાયમ ગાવાની શક્તિ આપે

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 Рік тому

      થૅન્ક્સ તમારા સર્વ બહેનો ne🙏🙏🙏🙏🙏🙏😊

  • @HenuAhir-t7i
    @HenuAhir-t7i Рік тому

    Sars mane tamara bhajan bav game che lakhine mokalo ne ben