શું કરીએ શામળિયા અમે કેમ કરીને તરીએ રે - રાધિકાબેન ત્રિવેદી

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • રાધે રાધે 🙏🏻
    આજે અમે આપ સમક્ષ સરસ એવું ભજન લઈને આવ્યા છીએ
    શું કરીએ શામળીયા અમે કેમ કરીને તરીએ રે
    કોઈ કોઈનું કહ્યું ના માને કોને જઈને કહીએ રે
    દર્શન કરવા જઈએ ત્યારે તમને પંથે પડીએ રે
    પંદર પૈસા પાછા લઈને ખોટી પાવલી ધરીએ રે
    શું કરીએ શામળીયા અમે કેમ કરીને તરીએ રે
    નાનો પૈસો તમને ધરાવીએ છેટેથી ઘા કરીએ રે
    સડેલી સોપારી તમને ધરાઈએ શેકેલી વાપરીએ રે
    શું કરીએ શામળીયા અમે કેમ કરીને તારીએ રે
    ટીલા ટપકા કરી કપાળે વૈષ્ણવ થઈને ફરીએ રે
    માતા-પિતા જો માંદા પડે તો આડા ના ઉતરીએ રે
    શું કરીએ શામળીયા અમે કેમ કરીને તરીએ રે
    માળા લઈને ગાદ્લે બેઠા સીતારામ સમરીએ રે
    ધ્યાન ધરીએ ના ઢોંગ કરીને ભાન ભૂલેલા ફરીએ રે
    શું કરીએ શામળીયા અમે કેમ કરીને તરીએ રે
    છળકપટ ચોરી કરતા દિલમાં જરી ના ડરીયે રે
    સ્વાર્થ માટે સેવા કરતા ઓછા ન ઉતરીએ રે
    શું કરીએ શામળીયા અમે કેમ કરીને તરીએ રે
    કહે પુરુષોત્તમ અવગુણ એવા સીરીતે સુધરીએ રે
    દયા કરી પ્રભુ સત્સંગ દેજો આ પાર ઉતરીએ રે
    શું કરીએ શામળીયા અમે કેમ કરીને તરીએ રે
    #bhajan #bhakti #gujaratibhaktigeet #satsangibhajanbhaktigeet #viramgam #viramgambhajan #gujaratibhajan2024 #bhajans #krishna
    જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં
    રાધે રાધે 🙏🏻

КОМЕНТАРІ • 5