અમેરિકામાં વધુ એક ગુજરાતી સ્ટોર ઓનરની હત્યા, લૂંટના ઈરાદે આવેલા છોકરાએ ગોળી મારી

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • અમેરિકામા બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પોતાનો સ્ટોર ચલાવતા ગુજરાતીને લૂંટના ઈરાદે શૂટ કરી દેવામાં આવ્યા છે. નોર્થ કેરોલાઈનાની રોવાન કાઉન્ટીની આ ઘટનામાં સેલિસબરી શહેરના એરપોર્ટ રોડ પર આવેલા ટોબેકો હાઉસ સ્ટોરના ઓનર મૈનાક પટેલને મંગળવારે સવારે સવા અગિયાર વાગ્યાની આસપાસ ગોળી મારવામાં આવી હતી. રોવાન કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર મૈનાક પટેલ પર જીવલેણ હુમલો કરનારા જુવેનાઈલની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ તેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હોવાથી તેની ઓળખ જાહેર કરી શકાય તેમ નથી. મૈનાક પટેલની માલિકીના ટોબેકો હાઉસ કન્વિનિયન્સ સ્ટોરમાંથી 911 પર કોલ ગયો હતો, પરંતુ આ કોલ ડિસકનેક્ટ થઈ જતાં પોલીસની એક ટીમ સ્પોટ પર જવા માટે નીકળી હતી, પરંતુ પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ સ્ટોરમાં શૂટિંગ થયું હોવાનો બીજો એક કોલ આવ્યો હતો.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

КОМЕНТАРІ • 9

  • @user-ru9oi3zu1i
    @user-ru9oi3zu1i 27 днів тому +2

    information,🙏🙏🙏

  • @PremilaPatel-w6j
    @PremilaPatel-w6j 27 днів тому

    Jay swaminarayan

  • @chetanpatel7209
    @chetanpatel7209 27 днів тому +1

    2 numbariya

    • @007dharak
      @007dharak 26 днів тому

      He was a store owner. I know this person. Don't demean the dead person if you don't know the full stroy.

  • @pithadiyanilesh7066
    @pithadiyanilesh7066 27 днів тому +1

    Im gujarati ભાઈ ટ્વીટર ઉપર પણ એકાઉન્ટ ખોલો અને તયા પણ સમાચાર આપો એક્સ પર એકાઉન્ટ બનાવો ભાઈ

  • @vinodbhaipatel5512
    @vinodbhaipatel5512 27 днів тому

    Indian lokone Gan rakhavani Parmishon. nathi?

  • @jamysurti3109
    @jamysurti3109 23 дні тому

    Aam Pan badha indian j mare che USA ma