ગૌરી પુત્ર ગણેશ મારા ઘરે આવજો || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો
    _________________ કિર્તન ____________________
    ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો
    મંગલકારી મંગલ કાર્ય કરાવજો
    ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો
    પ્રથમ તમારું પૂજન જગમાં થાય છે
    દેવ દુંદાળા નિર્ભય કાર્ય કરાવજો
    ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો
    સોમવારે પિતા શંકરને લાવજો
    મંગળવારે માતા પાર્વતી ને લાવજો
    ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો
    બુધવારે બ્રહ્મા દેવને લાવજો
    ગુરુવારે ગુરુજીને લાવજો
    ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો
    શુક્રવારે શુદ્ધિ બુદ્ધિને બોલાવજો
    શનિવારે સુખ શાંતિ કરાવજો
    ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો
    રવિવારે રણછોડ રાય ને લાવજો
    રણછોડરાયના ગુણલા બહુ ગવડાવજો
    ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો
    રિદ્ધિ સિદ્ધિ શુભ લાભ ને લાવજો
    ભક્તજનોના હૈયાને હરખા આવજો
    ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો
    અંતરનાં ભાવે પુકારો આવજો
    ગણેશા મંડળનું જીવન ધન્ય બનાવજો
    ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો
    સર્વ સખીઓનું જીવન ધન્ય બનાવજો
    ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો

КОМЕНТАРІ • 6