Aankh Ma thi Aansu - Live Gujrati Nauha

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • Lyrics :
    આંખ માં થી આંસુ થઈ વહેતી અલકમા રહેશે.
    ને હુસૈન હોઠો પર દિલ માં કરબલા રહેશે.
    મસ્તકે સજી સહેરો યાદ કરશું કાસીમ ને,
    સુખ ના અવસરો માં પણ કરબલા સદા રહેશે.
    ગમ હજાર દુનિયા ના ધ્યાન માં એ શું લેશે,
    કાયમી જે હૈયા માં ગમ હુસૈન ના રહેશે.
    યાદ કરશે હર કોઈ કરબલા મુસીબત માં,
    સબ્ર ની કિતાબો માં શેહ ના દાખલા રહેશે.
    આપ ની અઝાદારી લોહી થઈ ને નસ નસ માં,
    અહેલેગમ ની નસ્લો માં અય શહે હુદા રહેશે.
    બનશે કોઈ ની કિસ્મત કોઈ પામશે બેટા,
    તારી કબ્ર પર મૌલા મોઅજિઝા થતા રહેશે.
    ઝિક્ર કરશે જે શેહ નો ફર્શે ગમ બિછાવી ને
    માડી ફાતેમાં એના ઘર માં આવતા રહેશે.
    લાખ હો ગુનાહો પણ હુર સમો બની જાશે,
    જેના મસ્તકે મૌલા આપ ની અતા રહેશે.
    જિંદગી ના હર રસ્તે શાહ ના અઝાદારો.
    અઝમે આબીદે મુજતર લઈને ચાલતા રહેશે.
    નૌ જવાન અકબર ની નૌ જવાની ના સદકે.
    નૌ જવાન તા મહેશર દિને મુસ્તુફા રહેશે.....
    છે ગિલાફ જે રીતે ખાન એ ખુદા ઉપર,
    એમ આપ ની ઝયનબ દિન પર રીદા રહેશે.
    મિમ્બરો અઝાખાને બા વફા ના પરચમ થી,
    અય "નઝર" અને "મોહસીન" કહી દો શોભતા રહેશે

КОМЕНТАРІ •