||મહાદેવજી ભોળા કીર્તન||✨Gujarati kirtan ||(કીર્તન લખેલુ છે)mhadev nu Bhajan

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • 🙏મહાદેવજી ભોળા કીર્તન||✨Gujarati kirtan ||(કીર્તન લખેલુ છે)mahadev nu Bhajan#jyosnaben
    તારો નેહડો મને લાગ્યો રે મહાદેવજી ભોળા
    તમે મને માયા લગાડી રે મહાદેવજી ભોળા
    છત્ર પલગં પર મહાદેવજી પોઢ્યા
    પાર્વતી પવન ઢોળે રે મહાદેવજી ભોળા
    પવન ઢોળંતા વિજણો રે વાગ્યો
    ત્યારે મહાદેવજી ને ક્રોધ જ ચડીયો
    આવ્યા છે કૈલાસ ના બારણે રે મહાદેવજી ભોળા
    ત્યારે મહાદેવજી એ પોઠીયો સંણગારો
    પોઠીયે પલાણ કીધારે મહાદેવજી ભોળા
    ત્યારે પાર્વતી એમજ બોલા
    તમે મહાદેવજી તપમાં જાસો
    એકલા દિવસો કેમ જાસે રે મહાદેવજી ભોળા
    ત્યારે મહાદેવજી એમજ બોલા
    મેલના બે પુત્રો બનાવજો
    તેમની સાથે દિવસો વીતાવજો રે પાર્વતી સતી
    ત્યારે મહાદેવજી તપ કરવા ચાલ્યા
    આવ્યા છે અઘોર વનમાં રે મહાદેવજી ભોળા
    અગર ચંદનની મઢુલી બનાવી
    ધુણી ધખાવી ચીપીયો ખોડ્યો
    મહાદેવજી તપ મા બેઠારે મહાદેવજી ભોળા
    હરતાં ને ફરતાં નારદજી આવ્યા
    તમે મહાદેવજી તપમાં બેઠા
    ઘરે રમે છે બે બાળક રે મહાદેવજી ભોળા
    ત્યારે મહાદેવજી ને ક્રોધ જ ચડીયો
    આવા છે કૈલાસ ના બારણે રે મહાદેવજી ભોળા
    ત્યારે ગણપતિ એમજ બોલા
    આવંન્તા જોગી એટલે રે રેજો
    નાવણ કરે મારી માતા રે મહાદેવજી ભોળા
    ત્યારે મહાદેવજી એમજ બોલા
    કોણ તારી માતા ને કોણ તારા પિતા
    કોને મેલા છે રખડતા રે મહાદેવજી ભોળા
    ત્યારે ગણપતિ એમજ બોલા
    માતા અમારા પાર્વતી સતી
    પિતાનું નામ નો જાણું રે મહાદેવજી ભોળા
    ત્યારે મહાદેવજી ને ક્રોધ જ ચડીયો
    છેદીયા છે બાલુડાના મસ્તક રે મહાદેવજી ભોળા
    નાવણ કરીને પાર્વતી આવા
    તમે મહાદેવજી તપ કરવા ગ્યાતા
    દીધેલા વચન કેમ ભુલા રે મહાદેવજી ભોળા
    ત્યારે મહાદેવજી એમજ બોલા
    ગુણીયલ હાથીના મસ્તક મંગાવો
    ગણપતિ ને સજીવન કરા રે મહાદેવજી ભોળા
    ત્યારે પાર્વતી એમજ બોલા
    મારા ગણપતિ આવા નોતા
    હતા એવા લાવી આપો રે મહાદેવજી ભોળા
    ત્યારે મહાદેવજી એમજ બોલા
    તમારા ગણપતિ પેલા પુજા સે
    બીજી સ્થાપના અમારી થાસે રે પાર્વતી સતી
    સવના શુભ કામ થાસે રે મહાદેવજી ભોળા
    મહાદેવજી ની મઢુલી જે કોઈ ગાશે
    કૈલાસ મા વાસ એનો થાશે રે મહાદેવજી ભોળા
    તારો નેહડો મને લાગ્યો રે મહાદેવજી ભોળા
    તમે મને માયા લગાડી રે મહાદેવજી ભોળા
    your Queries :-
    mahadev nu kirtan
    kirtan 2024
    New kirtan
    kirtan bhagti
    mahadev bhajan 2024
    Bhajan
    kirtan
    nava kirtan
    કીર્તન ભક્તિ
    કીર્તન 2024
    #jyosnaben #bhajan #gujarati #કીર્તનધારા #music #mahadev #કીર્તન #ભજન

КОМЕНТАРІ • 1