agamvani (આગમવાની નીચે લખેલ છે) - bhakti song 2022 - devayat pandit ni agamvani

Поділитися
Вставка
  • Опубліковано 24 бер 2022
  • ========== આગમવાની ===========
    એવા આગમના ભખેલા એક દિન આવસે, સાંભળજો તમે નર અને નાર રે, લખેલા ભાખેલા એક દિન આવશે....
    જોઈ વિચારી સૌ તમે ચાલજો,
    આવ્યા કુળા કડજુગનાં એંધાણ રે..
    ઉતર દિશાથી સાયબો આવસે,
    ભેળા હશે અર્જુન ને ભીમ જો...
    પેલા રે પેલા પવન ફરુકશે,
    નદીએ તો નહિ હોઈ નીર જો...
    ધરતીની માથે હેમર હાલશે,
    હાલશે સુના નગરની મોઝાર રે...
    લક્ષ્મી રે લૂંટાશે સંતો લોકની,
    નહિ હોય એની રાવ કે ફરિયાદ જો...
    કાંકરિયા તળાવે તંબુ તાણશે,
    તાણશે કાંઈ સો સો ગાઉની સીમા જો...
    જતીરે સતીને સાબરમતી,
    ત્યાં થાશે કાંઈ સુરાના સંગ્રામ રે..
    ખોલો રે પુસ્તકને ખોલો પાનીયા,
    ખોલો ખોલો કજીના કુરાન જો...
    અસલ જાતી રે ચૂડલો પેરસે,
    એવા છે કાંઈ અગમના એંધાણ રે...
    કોઈ રે કોઈ નુ સગું નહી રહે,
    નહિ કાંઈ માવતર નાં બાળ જો...
    નાના રે મોટા કહ્યા નહિ કરે,
    નહિ રાખે એના માવતરની લાજ રે...
    ભાઈ રે ભાયુ ને તેદી નહી ભળે,
    બે ભાઈયોમાં ત્રીજો ફાવી જાશે જો...
    કુંવારી કન્યાને કલંક લાગશે,
    ખોળે એને રમશે નાના બાળ રે...
    ચૌદ વરસે રે દીકરી માં બને,
    વિસ વર્ષની આયુષ્ય તેની થશે રે...
    છ - છ રે મહિના નાં બાળક બોલશે,
    બોલી તેની કેમેય નય સમજાય જો...
    નરના કહયા રે નારી નહી કરે,
    નરીયેથી ચાલશે દેશના રાજ રે...
    બગલા રે દેખીને નારી દોડશે,
    નવ નારી ને વરસે એક નર રે...
    કાળી રે કોયલ તેદી ધોળી થશે,
    ઉજાડા દેખાશે કાળા કાગ રે...
    બગલા રે જેવડા હશે બળદીયા,
    આ હોલા જેવડી હશે રે કઈ ગઈ રે...
    આ પડીકે અનાજ તેદી વેચાશે,
    પરીએ તો પાણીલા વેચાઈ રે...
    આ વાંણંદ બનશેરે મોટા વેપારી,
    છાશમાં તો માખણિયા નય થાય રે...
    સાંઢડીયૂના દૂધ તેદી જડશે,
    ઈ દૂધ ના તો બેળલિયા ભરાશે રે...
    આ શેરડીયુ માં કણ તેદી લાગશે,
    ઈ કણની તો ખીચડિયું રંધાશે રે...
    આ નગરવેલમાં ફળ તેદી આવશે,
    ઈ ફળ હરિને હાથે રે બંધાશે રે...
    આ પીપળામાં ફૂલ તેદી આવશે,
    ઈ ફૂલના તો ગજરા ગુંથાશે રે...
    ઈ ગજરા રે દેવ નકળંગને ચડશે...
    આ બાર ગાવમાં બિછાના બિછાવશે,
    કાંળીગાની કચેરી ભરાશે રે...
    સાખ્યું રે ભરાશે સજોડા તાણી,
    કરશે વાલો વિશ્વાસુની વાર રે...
    આ જૂની રે સમાધિના ના નર જાગશે,
    જાગશે સુરા સામત ને સાધીર રે...
    હનુમાન ભૈરવના ભેળા આવશે,
    આવશે કાંઈ ભારતખંડ મોજાર રે..
    સોળ રે કળાનો સૂરજ ઉગશે,
    આ ધરતી તેદી ત્રાંબાવર્ણી થાશે રે..
    સવંત સત્તર ને વરસ અઠ્ઠાણું,
    આ નવ્વાણુંમાં નકળંગ પધારે રે..
    ઢેલડી નગરમાં ઘાણી માંડશે,
    કાઢશે વાલો કપાટિયાવ ના તેલ રે..
    આ કુળીયા રે કાપટીને વાલો મારશે,
    એના લોહીની બાળશે મસાલુ રે...
    આ ખપ્પર ભરશે રે જોગી લોહીતણા,
    લોહીની નદીએ પથ્થરા તાણશે રે...
    આ કેટલાને ખડબથી સંહારશે,
    કેટલા તો મારી જશે રોગે રે...
    આ બ્રહ્માણણા કુળમાં રે વાલો જનમશે,
    આવશે આવશે રણુંજાનો રાય રે...
    આ ચારેય દિશામાં શંખ વાગશે,
    સાંભળાશે કાંઈ જળ થળ મોજાર રે...
    આ દ્વારે દ્વારે રે દીવડા જબુકશે,
    બાર ગાવે દીવડીયા દર્શયા રે...
    આ જુનાણે જાંગીના ઢોલ વાગશે,
    આ તોરણીયા બાંધશે દ્વારો દ્વાર રે...
    આ આબું ને જમ્બુ માં મંડપ રોપશે,
    રોપશે કાંઈ ગઢ ગિરનાર રે...
    આલમની અસવારી તેદી આવશે,
    આવશે આવશે નકળંગી રાજા રે...
    આ પંદર વરસે રે વાલો પરણશે,
    ઘોડે ચડશે નકળંગી રાજા રે...
    આ સાતી રે દ્રૌપદી ને તારામતી,
    મંગળ ગાશે વિંજાવલી નાર રે...
    આ વંથલીયે આવીને વિવાહ માંડશે,
    પરણશે કાંઈ મેઘડી નાર રે...
    આ બેની રે દ્રૌપદી લુણ ઉતારશે,
    આ દીવડો જાલશે રત્નાવલી નાર રે...
    આ પરબે રે આવીને મીંઢોડ છોડશે,
    વર્તાવશે કાંઈ જય જયકાર રે...
    આ કુળીયા રે કાપટીને વાલો મારશે,
    કરશે વાલો વિશ્વાસુ ની વાર રે...
    સવંત વિસમારે ધરમ થાપશે,
    કરશે વાલો સાચા નર ની વાર રે...
    આ ગતગંગાનો દાસ દેવાયત બોલિયાં,
    બોલિયાં બોલિયાં આગમના એંધાંણ રે...
    આ બાળીનાથ ચરણે રામદેવ બોલિયાં,
    બોલિયાં બોલિયાં ચોથા જુગના એંધાણ રે...
    આગમની વાણી ગાશે પ્રેમથી,
    તેના પાપ નો કરશે વાલો નાશ રે..
    એવા આગમના ભખેલા એક દિન આવસે, સાંભળજો તમે નર અને નાર રે, લખ્યાં ને ભાખ્યાં રે એક દિન આવશે....
    #gujaratibhajan
    #gujaratikirtan
    #agamvani_channel
    #ભક્તિકીર્તનસંગ્રહ
    #newsong
    #કીર્તન
    #સત્સંગ
    #nakalangnejadhari
    #agam
    Album: devayat pandit ni agamvani
    Singer: રસીલા ઠુંમર
    Copyright: Rasilaben thumar
    / rasila.thumbar

КОМЕНТАРІ • 23

  • @sarlagoswami6253
    @sarlagoswami6253 Рік тому +2

    તમારા બધા જ ભજન બહુ જ પ્યારા છે સૌથી સુંદર આગમવાણી

  • @nandinijoshi4700
    @nandinijoshi4700 Місяць тому

    Jay alakhdhani

    • @RasilabenThummar
      @RasilabenThummar  29 днів тому

      જય અલખધણી 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @savitridubariya3665
    @savitridubariya3665 2 роки тому +4

    Very nice bhajan che ben lakhi ne moklo to saru 🙏🏻🙏🏻

  • @bhartibenjada
    @bhartibenjada Рік тому +2

    ખૂબ સુંદર આગમવાણી બેન જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @user-fi3ne1wl6p
    @user-fi3ne1wl6p 3 місяці тому

    Jay shree Krishna

  • @user-xo3jy4th8s
    @user-xo3jy4th8s 2 роки тому +2

    વાહ વાહ બેન વાહ તમેતો બહૂ આગડ નીકડી ગયા

  • @Patel.boy0783
    @Patel.boy0783 Рік тому

    Rasilaben bov bov sars

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 Рік тому

    મસ્ત ગીત સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા

  • @dayaramkabir5461
    @dayaramkabir5461 Рік тому

    સરસ ભજન છે

  • @kamlapatel4012
    @kamlapatel4012 2 роки тому +2

    Lakhi ne mukava vinanti.

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 2 місяці тому +1

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર સરસ કીર્તન ગાયુ સાંભળીને ખુબ આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 місяці тому

      જય ભોલેનાથ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🤗🙏

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 Рік тому

    Nice 👍

  • @sarlagoswami6142
    @sarlagoswami6142 2 роки тому +2

    વાહબેન આગમવાણી બહૂજ સૂદર સોટકા આવાદિવસો આવશે

  • @bhikhubhaithumar5156
    @bhikhubhaithumar5156 2 роки тому

    👌👌👌👌👍

  • @dineshbhaivinzuda1146
    @dineshbhaivinzuda1146 2 роки тому

    🙏

  • @kumbhanisonal1863
    @kumbhanisonal1863 Рік тому

    હું તમારા બધા જ ગીત અચુક જોવ છું તમારા બધા જ ગીત મસ્ત હોય છે 👌👌👌👌👌

  • @neelapandya6315
    @neelapandya6315 2 роки тому

    🙏🙏