આખુ કીર્તન સાંભણજો || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • વનરાતે વનમા મોર પંક્ષી બોલે.
    વનની કોયલળી બોલે રે બોલો રાધે કૃષ્ન.
    મથુરાની જેલમા કાન જનમીયા.
    આઠમની મધરાતે રે બોલો રાધે કૃષ્ન.
    વાસુદેવ ગોકુળ મેલવાને હાલીયા.
    કાનને ચણાવયા એને માથે રે બોલો રાધે કૃષ્ન.
    રાત અંધારી વાલા કાઈ નવ સુજે.
    જમનાજી આવ્યા તા બે કાઠે રે બોલો રાધે કૃષ્ન.
    ગોકુળ મા જઈને વાલો બન્યા રે ગોવાણીયા.
    ગાયુ ચારે કાલિંદીને કાઠે રે બોલો રાધે કૃષ્ન.
    કાલિંદીમા જઈ ને વાલે કાણી નાગ નાથિયો.
    કાનજી ચડ્યા તા એની માથે રે બોલો......
    અઘાસુરને માર્યો વાલે બકાસુરને માર્યો.
    પુતનાને મારી એના હાથે રે બોલો......
    ઈન્દ્રના વાલે મારે અભિમાન ઉતાર્યા.
    ગોવર્ધન ઉપાયડો એના હાથે રે બોલો.....
    ગોકુણની ગોપીયોને ઘેલી કીધી.
    રાસ રમ્યા તા એની સાથે રે બોલો......
    ગોકુળ મેલીને વાલો મથુરામા આવ્યા.
    મામા કંસને માર્યો એના હાથે રે બોલો......
    માતા પિતાના વાલે બંધન છોડાવ્યા.
    જેલના તાણા તોડ્યા હાથે રે બોલો.......
    દ્રૌપદી ના વાલો મારો ચીર પુરવા ગ્યાંતા.
    નવસો નવાણુ એક સાથે રે બોલો......
    કૌરવ પાંડવોના યુધ્ધ રચાણા.
    રીયા વાલો પાંડવોને સાથે રે બોલો.......
    અર્જુનના વાલો મારો રથ લઈને હાલીયા.
    ગીતાજી રચ્યા તા એની હાથે રે બોલો.....
    રણછોડી વાલો રણછોડ કહેવાણા.
    આવ્યા વાલો ગોમતીજીના કાઠે રે બોલો.....
    દરીયાના કાઠે વાલે દ્વારકા બંધાવીયા.
    આઠ પટરાણીની સાથે રે બોલો......
    મિત્ર સુદામા એને મળવા ને આવ્યા.
    સંકટ પડ્યા તા એના માથે રે બોલો.....
    મિત્ર સુદામાના તાંદુલ જમીયા.
    રુણ નોતા રાખ્યા વાલે માથે રે બોલો......
    પાટણમા જઈ ને વાલો પદમાસને બેઠા.
    બાણ વાગ્યા તા એની માથે રે બોલો......
    વાલીના વેણ મારા વાલાયે વિચાર્યા.
    વીંધાણાતા ભીલના તીરે રે બોલો.....
    પ્રાચીના પીપણે પ્રભુજીના પ્રાણ છે.
    દીવા બરે છે એની માથે રે બોલો......
    પ્રાચીના પીપણે પાણી કોઈ પાસે.
    એના આત્મા ને તૃપ્તિ થાસે રે બોલો.....
    પ્રાચીના પીપણે જે કોઈ જાશે.
    કૃષ્નના દર્શન થાસે રે બોલો.....
    કૃષ્નનની લીલા જે કોઈ ગાશે.
    વ્રજમા વાસ એનો થાશે રે બોલો......🙏🏻👍🔔

КОМЕНТАРІ • 2