પ્રભુ ના ભજન માં મે તો પ્રેમ રસ પીધો છે. | કીર્તન નીચે લખલું છે.

Поділитися
Вставка
  • Опубліковано 16 бер 2023
  • ભજન (કીર્તન) નીચે લખલું છે.
    પ્રભુ ના ભજન માં મેં તો પ્રેમ રસ પીધો છે
    હરિ ના ભજન માં મેં તો હરીરસ પીધો છે
    ગોરી ગોરી રાધા તને શેનુ અભિમાન છે
    તારી સાથે નામ જોડ્યું તેનું અભિમાન છે
    હાલ રાધા હાલ આપણે ડાકોરમાં જઈએ
    ડાકોરમાં જઈએ ને ગોમતીમાં નાહીંએ
    ગોમતીમાં નાહીએ ને મગજ ગોટા ખાઈએ
    પ્રભુ ના ભજન માં મે તો પ્રેમ રસ પીધો છે
    હરિ ના ભજન માં મેં તો હરી રસ પીધો છે
    હાલ રાધા હાલ આપણે પાવાગઢ જઈએ
    પાવાગઢમાં જઈએ ને રોપવેમાં બેસીએ
    રોપ વે માં બેસીએ ને માના દર્શન કરીએ
    હરિ ના ભજન માં મેં તો હરી રસ પીધો છે
    પ્રભુ ના ભજન માં મેં તો પ્રેમ રસ પીધો છે
    હાલ રાધા હાલ આપણે મેળામાં જઈએ
    મેળામાં જઈએ ને ચગડોળમાં બેસીએ
    ચગડોળમાં બેસીએ ને પાણીપુરી ખાઈએ
    હરિ ના ભજન માં મેં તો હરી રસ પીધો છે
    પ્રભુ ના ભજન માં મેં તો પ્રેમ રસ પીધો છે
    હાલ રાધા હાલ આપણે અંબાજી જઈએ
    અંબાજી જઈએ ને ચણીયા ચોળી લઈએ
    ચણીયા ચોળી પહેરીને માના દર્શન કરીએ
    હાલ રાધા હાલ આપણે વૃંદાવનમાં જઈએ
    વૃંદાવનમાં જઈએ ને રાસ જ રમીએ
    રાસ રમીએ ને માખણ મીસરી ખાઈએ
    પ્રભુ ના ભજન માં મેં તો પ્રેમ રસ પીધો છે
    હરિ ના ભજન માં મેં તો હરી રસ પીધો છે

КОМЕНТАРІ •