કાના સાંભળને મારી વાતો વૈશાલીબેન ના કંઠે. (ભજન નીચે લખેલ છે)

Поділитися
Вставка
  • Опубліковано 26 тра 2024
  • #ક્રિષ્ના ભજન
    કાના સાંભળજે મારી વાતો મને મુકીને ક્યાંય ના જાતો
    પહેલા નાનો હતો, ઘરમાં બેસી રહેતો
    માખણ ચોરીને એતો ખાતો... મને મુકીને ક્યાંય ના જાતો
    કાના સાંભળજે મારી વાતો મને મુકીને ક્યાંય ના જાતો
    હવે મોટો થયો, મથુરામાં ગયો
    મારે કોને કહેવી દિલડાની વાતો઼.... મને મુકીને ક્યાંય ના જાતો
    કાના સાંભળજે મારી વાતો મને મુકીને ક્યાંય ના જાતો
    પહેલા માસી મારી, પછી મામો માયૉ
    એતો કુબ્જા નો થઈને બેઠો.. મને મુકીને ક્યાંય ના જાતો
    કાના સાંભળજે મારી વાતો મને મુકીને ક્યાંય ના જાતો
    પહેલા મટકી ફોડી, પછી મહીડા ઢોળ્યાં
    પછી દાનની માંગણી કરતો.. મને મુકીને ક્યાંય ના જાતો
    કાના સાંભળજે મારી વાતો મને મુકીને ક્યાંય ના જાતો
    તું તો દિનદયાળ, છે ભક્તોનો નાથ
    મારે જન્મોજન્મનો નાતો... મને મુકીને ક્યાંય ના જાતો
    કાના સાંભળજે મારી વાતો મને મુકીને ક્યાંય ના જાતો
    ગોકુળમાં રહ્યો, મથુરામાં રહ્યો
    એતો આવી ભજનમાં બેસતો... મને મુકીને ક્યાંય ના જાતો
    કાના સાંભળજે મારી વાતો મને મુકીને ક્યાંય ના જાતો
    સાખી: ભરીએ....જળ ભરવાને પાણી ગ્યાતા
    કાનુડે કાંકરી મારી રે.....
    ‌‌ કદમ કેરાં ઝાડ ચડીને, મોહન મોરલી વગાડે જી રે (૨)
  • Розваги

КОМЕНТАРІ • 15