(જન્માષ્ટમી સ્પેશિયલ હિંડોળા ગીત) શામળીયો આવશે... Gujarati Satsang

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • (જન્માષ્ટમી સ્પેશિયલ હિંડોળા ગીત) શામળીયો આવશે... Gujarati Satsang
    #જન્માષ્ટમી_સ્પેશિયલ_હિંડોળા_ગીત #શામળીયો_આવશે... #Gujarati_Satsang
    my quarries
    #Shamadiyo_Aavshe
    #Hindola_Kirtan
    #Hindola_geet
    #hindolautsav2024
    #hindoladarshan2024
    #hindolabhajan
    #hindolautsav
    #gujarati_satsang
    #ગુજરાતી_કીર્તન
    #gujarati_song
    🌱🌱🌴🌱🍁🌱🍂🌱☘️🍁🍂
    મંદિરમાં હિંડોળા બંધાવજો રે
    આજ શામળિયો આવશે
    શામળીયો આવશે ને હિંડોળે ઝૂલશે
    હિંડોળા એવા સજાવજો રે આજે શામળિયો આવશે
    મંદિર ની આજુબાજુ બાગ બગીચા
    હિંડોળો ફૂલ થી સજાવજો રે આજે ....
    શામળીયો આવશે ને હિંડોળે ઝૂલશે
    હિંડોળે હિરલા જડાવજો રે આજે .....
    મંદિરની આજુબાજુ આસોપાલવના ઝાડ છે
    આસોપાલવના તોરણ બંધાવજો રે આજે....
    મંદિરમાં હિંડોળો બંધાવજો રે.....
    મંદિરની આજુબાજુ સોનીડા ની હાટડી
    જગમગતા મુંગટ પહેરાવજો રે આજે ....
    શામળીયો આવશે ને હિંડોળે ઝૂલશે
    હાલરડા હરખે ગવડાવજો રે આજ.....
    મંદિરની આજુબાજુ દરજીડા ની હાટડી
    નવા નવા વાઘા પહેરાવજો રે આજ....
    શામળીયો આવશે ને હિંડોળે ઝૂલશે
    હિંડોળો હેત થી સજાવજો રે આજ...
    મંદિરની આજુબાજુ કંદોઈની હાટડી
    નવી નવી મીઠાઈ ધરાવજો રે આજ...
    શામળીયો આવશે ને હિંડોળે ઝૂલશે
    હિંડોળે મોતી ટંકાવજો રે આજ...
    મંદિરની આજુબાજુ ગોપીઓના ઘર છે
    માખણ ને મિસરી ધરાવજો રે આજ ....
    મંદિરની આજુબાજુ ભક્તોના ઘર છે
    ભજન કીર્તન ગવડાવજો રે આજ...
    મંદિરમાં હિંડોળો બંધાવજો રે આજ. ...
    🌱લક્ષ્મીપુર સત્સંગ મંડળ ના 🌱
    🙏🏻🙏🏻આપ સૌને જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻

КОМЕНТАРІ • 2