🙏 રુક્ષ્મણી ના આવ્યા સંદેશ... 🌹🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • રૂક્ષ્મણી ના આવ્યા સંદેશ
    કૃષ્ણ તમે વહેલેરા આવજો. (૨)
    લેવા પ્રભુ મારી સંભાળ
    કાના તમે વહેલેરા આવજો
    કાગળ ખોલીને મારો સંદેશો વાંચજો
    ક્યારે મળશો એના એંધાણ આપજો
    મંદિરમાં મળશું માધવ રાય
    કૃષ્ણ તમે વહેલેરા આવજો
    રૂક્ષ્મણી ના આવ્યા સંદેશ...
    છાનો કાગળ મારી છાની છે વાતડી
    રાધાજી ના રશિયા મારી પ્રીત છે પુરાની
    કોઈને ના થાય એની જાણ
    કૃષ્ણ તમે વહેલા આવજો
    રાધા ચકોર મારી ચોરી પકડશે
    કામણગારી કુબજા કાળો કહેર વર્તાવ શે
    ગોપીઓને ગમશે નહીં માધવ રાય
    કૃષ્ણ તમે વહેલેરા આવજો
    રૂક્ષ્મણી ના આવ્યા....
    કૃષ્ણ વાડી માં ફૂલ વીણવા ને ગ્યાતા
    સરખી સહેલી મને મેણા રે બોલશે
    નૈને આંસુડાની ધાર
    કૃષ્ણ તમે વહેલેરા આવજો
    રૂક્ષ્મણી ના આવ્યા...
    લેવા મારી સંભાળ...
    માડી નો જાયો સજા આપે છે આકરી
    વીતે છે રાતડી ને ડૂબે છે નાવડી
    તમે મારા તારણહાર
    કૃષ્ણ તમે વહેલેરા આવજો
    રૂક્ષ્મણી ના આવ્યા...
    માજમ રાતે હું તો જબકી ને જાગતી
    મોહન આવ્યા છે તેવું મનમાં વિચારતી
    આતમ મારો અકળાય
    કૃષ્ણ તમે વહેલેરા આવજો
    રૂક્ષ્મણી ના આવ્યા...
    કાગળ વાંચીને વાલે રથડા શણગાર્યા
    મંદિર ની પાછળ ઊભા રાખ્યા છે
    રૂક્ષ્મણી નું હરણ કરી જાય
    કૃષ્ણ તમે વહેલી આવજો
    રુક્ષ્મણી ના આવ્યા...
    રાધા ના રશિયા વાલા પરણી પધાર્યા
    માતા દેવકીજી એ મોતીડે વધાવ્યા
    આનંદ મંગલ વર્તાય
    કૃષ્ણ તમે વેલેરા આવજો
    રૂક્ષ્મણી ના આવ્યા....
    લેવા મારી સંભાળ....
    🙏
    Thanks

КОМЕНТАРІ • 20