Chaal Sakhi Pandadiman l Amar Bhatt l Dhruv Bhatt l Sangeet Sudha l Kshemoo Divatia

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
    જેમ ફરી જિંદગીને મૂકીએ,
    ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે
    કે લાગણી ગણાય એમ પૂછીએ.
    વેદના તો અડીખમ ઉભો કંઠાર
    જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
    સુખ સાથે આપણો તો જળનો સંબંધ
    ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.
    છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
    કાંઠો છોડીને હવે ઝૂકીએ,
    પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
    ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.
    ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
    એ વાતો અકબંધ મને યાદ છે,
    વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
    ને ઉપર આકાશ જેવો સાદ છે.
    મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
    એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
    ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
    ચાલ સખી એક વાર મૂકીએ.
    - ધ્રુવ ભટ્ટ
    સ્વર : અમર ભટ્ટ
    સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

КОМЕНТАРІ • 16

  • @MainBhiHuman
    @MainBhiHuman 3 години тому

    Kyaaaaaaaaaaaa baaaaaaaaaaaat sir 👍👍👍👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Jivi.Kanji.Deepti.Niyati
    @Jivi.Kanji.Deepti.Niyati 4 місяці тому +2

    જીવન નવેસરથી શરૂ કરવાની ‘ઓફર’વાળું હૃદયસ્પર્શી મૃદુ અભિવ્યક્તિનું ગીત...! આકાશને આંબતો સૂર. કલાકો સુધી Loop સાંભળવા જેવું

  • @MalelaJeev
    @MalelaJeev 3 роки тому +3

    સાદ્યંત સુંદર ગીત..!
    વારંવાર સાંભળવું ગમશે..!
    આકાશને આંબતો સૂર.. સુંદર સ્વરબદ્ધ.. ગીત અપલોડ માટે આભાર..ધન્યવાદ

  • @shaileshkumarprabhudaspate5308
    @shaileshkumarprabhudaspate5308 2 роки тому

    Vaah Amarbhai...khub saras gavayu chhe

  • @urvidave6109
    @urvidave6109 11 місяців тому

    અદ્ભૂત સર જી ,વાહ

  • @amitabuch
    @amitabuch 2 роки тому

    Uttam 👌

  • @virendraparikh2037
    @virendraparikh2037 Рік тому

    અદ્ભુત

  • @harshitvasavada201
    @harshitvasavada201 2 роки тому

    OMG
    my favourite😍

  • @nimeshbhattdharampur4117
    @nimeshbhattdharampur4117 Рік тому

    ખૂબ સરસ

  • @jimitmull220
    @jimitmull220 3 роки тому

    If I am not making any mistake than I heard this song in Copwud Music Festival in Bhartiya Vidya Bhavan in 90's and I feel even after so many years this song is evergreen. One of the best song & my personal favorite, nicely composed and very beautifully sung by Amar Bhatt. This will remain in my heart forever. I became fan of Amar Bhatt & his singing after I heard Chal Sakhi...

  • @ramannadiadi6430
    @ramannadiadi6430 5 місяців тому

  • @alpapatel5033
    @alpapatel5033 3 роки тому

    વાહ..ખૂબ સરસ..👏👏

  • @virendraparikh2037
    @virendraparikh2037 Рік тому

    મૂળ માંથી ફૂટે ને ટોચ લગી જાય એવી લાગણી ને કેમ રે ઉવેખીએ

  • @swareeshwargirishprakash9783
    @swareeshwargirishprakash9783 3 роки тому

    સુંદર 🌹
    UA-cam પર upload કરવા બદલ આભાર 💙